- પતંગ ઉડાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતી દોરીમાં કાચની માત્રા માંજાના કુલ વજનના માત્ર ૦.૦૫ ટકા સુધીની જ હોવી જોઇએ
પતંગ ઉડાડવા માટે ચાઇનિઝ અને નાયલોનના દોરા પર પોલીસ દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ દોરો તૈયાર કરવા માટેના નિયમો પણ જાહેર કર્યા છે.
ઉતરાયણના પર્વમાં જાહેર માર્ગ પર પતંગ ઉડાડવા, મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા, પતંગ પર ઉશ્કેરણીજનક લખાણ, પતંગ પકડવા માટે દોડાદાડી કરવી, ચાઇનિઝ દોરાનો પતંગ ઉડાડવા માટે ઉપયોગ, ચાઇનિઝ તુક્કલ ઉડાડવા, જાહેર માર્ગ પર ગાયો માટે ઘાસચારો નાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જ્યારે પતંગ ઉડાડવા માટે તૈયાર કરવામાં આવતા દોરાને માંજવા માટે પણ પોલીસે નિયમો બહાર પાડયા છે. જે મુજબ, ઉતરાયણના પર્વમાં પતંગ ઉડાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતી દોરીમાં કાચની માત્રા માંજાના કુલ વજનના માત્ર ૦.૦૫ ટકા સુધીની જ હોવી જોઇએ. પોલીસે દોરી માંજવા માટેની રીત પણ જાહેર કરી છે. જેમાં ચોખાનો લોટ, મેંદો, છોડ આધારિત ગુંદર અને અન્ય કુદરતી ઘટકોનો ઉપયોગ કરવો જોઇએ. દોરી એવી હોવી જોઇએ કે સંપૂર્ણપણે તૂટી શકે. આ નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


