ભાદરવા ચોકડી વિસ્તારમાં બે સ્થળેથી પોલીસે 5.75 લાખના દારૂના જથ્થા સાથે મહિલા સહિત બે ને ઝડપ્યા

સાવલી પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે દારૂના અડ્ડા પર દરોડો પાડ્યો હતો

MailVadodara.com - Police-arrested-two-people-including-a-woman-with-liquor-worth-Rs-5-75-lakh-from-two-places-in-Bhadarwa-Chowkdi-area

- ઝુંપડપટ્ટીમાંથી 3.72 લાખનો દારૂ-બીયરનો જથ્થો મળી આવતા આરોપીની ધરપકડ, સાવલી-ભાદરવા રોડ પર ઘરની પાછળ જમીનમાં દાટેલી દારૂની 1105 બોટલ મળી

વડોદરા જિલ્લાના સાવલી પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભાદરવા ચોકડી વિસ્તારમાં બે સ્થળે દરોડા પાડી રૂપિયા 5.75 લાખના દારૂના જથ્થા સાથે એક મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાદરવા ચોકડી નજીકની ઝુંપડપટ્ટીમાં રહેતા દિપક દિનેશ માળીએ બગલીવાડી નજીક લાકડાની કરાઠીમાં દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી ASI બળદેવસિંહ અને કોન્સ્ટેબલ ચિરાગને મળતા સ્ટાફ સાથે દરોડો પાડતા ઇંગ્લીશ દારૂના ક્વાટરીયાની 20 અને બીયરની 10 પેટી મળી કુલ રૂપિયા 3.72 લાખનો દારૂ-બીયરનો જથ્થો મળી આવતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

જ્યારે સાવલીના પોઇ કે.જે. ચૌહાણને બાતમી મળી હતી કે સાવલી-ભાદરવા રોડ ઉપર સ્વામીજી ઉપવન સોસાયટીની સામે રહેતી મીના ગોપાલ માળી અને તેનો પતિ પોતાના ઘરમાં જ દારૂનો અડ્ડો ચલાવે છે, જેને પગલે રેડ કરતા તેના ઘરની પાછળ જમીનમાં દાટેલા બે ખેપીયાની ઇંગ્લીશ દારૂની 1105 બોટલ મળી આવી હતી. મીનાનો પતિ આ દારૂનો જથ્થો લાવ્યો હોવાની કબૂલાતને પગલે બંને વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

Share :

Leave a Comments