નવાપુરા વિસ્તારની શિંદે કોલોનીમાં દારૂની મહેફિલ માણતા 9 શખ્સોને પોલીસે ઝડપ્યા

શિંદે કોલોનીના દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી આધારે નવાપુરા પોલીસે રેડ કરી

MailVadodara.com - Police-arrested-9-people-while-enjoying-a-liquor-party-in-Shinde-Colony-of-Navapura-area

વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલી શિંદે કોલોનીમાં દારૂની મહેફિલ માણતા 9 શખ્સોને નવાપુરા પોલીસી ઝડપી પાડ્યા છે અને દારૂની ખાલી બોટલ સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

નવાપુરા પોલીસને બાતમી મળી હતી કે, નવાપુરા વિસ્તારમાં આવેલા શિંદે કોલોનીમાં આવેલા મકાન નંબર 29માં નવ જેટલા શખ્સો દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેથી નવાપુરા પોલીસની ટીમે આ મકાનમાં રેડ કરી હતી. આ દરમિયાન દારૂની મહેફિલ માણતા લોકો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જેને પગલે પોલીસે 9 આરોપીની ધરપકડ કરી હતી અને વિદેશી દારૂની બે ખાલી બોટલ, પ્લાસ્ટિકના ગ્લાસ, બે પાણીની બોટલ, નમકીન અને બે મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


દારૂની મહેફિલમાં પકડાયેલા આરોપીઓ

હિતેશ જગદીશભાઇ ખારવા રહે. નવાપુરા શીંદે કોલોની મકાન નં.29, વડોદરા

હિમલેશ હસમુખભાઇ ખારવા રહે. ગણેશ ચોક નાની ખારવાવાડ પથ્થરગેટ, વડોદરા

અનીલ રમેશભાઇ ખારવા રહે. નવાપુરા ખારવાવાડ સિકોતરમાતાના મંદિર પાસે, વડોદરા

હિરેન કનુભાઇ ખારવા રહે.શીયાબાગ ભાઉદાસ મહોલ્લો સાઇધામ હોસ્ટેલ, વડોદરા

દિપેશ દિનેશભાઇ ખારવા રહે. ગણેશ ચોક નાની ખારવાવાડ પથ્થરગેટ, વડોદરા

દિનકર અરવિંદભાઇ ખારવા રહે. મદનઝાંપા રોડ હનુમાનજીના મંદિર પાસે, વડોદરા

પરેશ તુલસીદાસ ખારવા રહે.નવાપુરા ખારવાવાડ સિકોતરમાતાના મંદિર પાસે, વડોદરા

મુકેશ બાલકીશન શર્મા રહે. મોટી તંબોળીવાડ પથ્થરગેટ મદનઝાંપા રોડ, વડોદરા

આશીષ મહેશભાઇ ખારવા રહે.હરિભક્તીની વાડી આકાશ દર્શન એપાર્ટમેન્ટ, વડોદરા.

Share :

Leave a Comments