તુલસીવાડી અને મકરપુરામાંથી પોલીસે દારૂના જથ્થા સાથે બે આરોપી ઝડપ્યા

તુલસીવાડીમાંથી દારૂની ૩૦૫ બોટલ સાથે આરોપી ઝડપાયો

MailVadodara.com - Police-arrest-two-accused-with-liquor-from-Tulsiwadi-and-Makarpura

- મકરપુરા પોલીસે આરોપી રાકેશ ચુડાસમને દારૂની ૯૬ બોટલ કિંમત રૂપિયા ૧૬,૩૨૦ ની સાથે ઝડપી પાડયો

તુલસીવાડી અને મકરપુરામાંથી પોલીસે દારૂની ૪૦૧ બોટલ સાથે બે આરોપીઓને ઝડપી પાડયા છે.

તુલસીવાડી સયાજીનગર વસાહતમાં  રહેતો અબ્દુલ સિરાજ સુલેમાનભાઇ શેખે પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી. જેથી, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા અબ્દુલસિરાજ મળી આવ્યો હતો. તેની પાસેથી પોલીસે દારૂની ૩૦૫ બોટલ કિંમત રૂપિયા ૮૦,૮૭૫ ની મળી આવી છે. પોલીસે એક મોબાઇલ ફોન પણ કબજે કર્યો છે. પોલીસે આ ગુનામાં આરોપી હીતેન ફૂલવાણી તથા કમલ ઉર્ફે કમુ બંસીલાલ તોલાણીની પણ શોધખોળ  હાથ ધરી છે.

જ્યારે અન્ય એક ગુનામાં મકરપુરા પોલીસે આરોપી રાકેશ રવજીભાઇ ચુડાસમા (રહે. રામાપીરના મંદિર પાસે, શેઠફળી, ભાવનગર) ને દારૂની ૯૬ બોટલ કિંમત રૂપિયા ૧૬,૩૨૦ ની સાથે ઝડપી પાડયો છે.

Share :

Leave a Comments