ગોરવા વિસ્તારમાં ચાલતી દારૂની મહેફિલમાં ભંગ પાડી પોલીસે છ ઈસમો ઝડપી પાડ્યા

ગોરવા પોલીસે સ્થળ પરથી મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને કાન પકડાવી ઉઠક બેઠક કરાવી

MailVadodara.com - Police-arrest-six-people-for-disrupting-a-liquor-party-in-Gorwa-area

- દશામાતા મંદિર નજીકથી કાલભૈરવ મંદિર પાસે દારૂની મહેફિલત ચાલતી હોવાની બાતમી મળી હતી

- ગોરવા પોલીસે દરોડો પાડી છ ઝડપાયા, એક આરોપી ભાગી જતાં શોધખોળ શરૂ કરી

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં દારૂની મહેફિલ માણતા છ ઈસમોને ગોરવા પોલીસે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. દારૂની મહેફિલમાં ભંગ પાડી પોલીસે આરોપીઓ સાથે મુદ્દામાલ કબ્જે કરી કાન પકડાવી ઉઠક બેઠક કરાવી હતી. આ મહેફિલમાં એક આરોપી ભાગવામાં સફળ રહેતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.


ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન.લાઠીયા અને ગોરવા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન દશામાતા મંદિર નજીકથી મળેલી બાતમીના આધારે કાલભૈરવ મંદિર પાસે છથી સાત શખસો દારૂની પાર્ટી કરી રહ્યા હોવાની બાતમી મળી હતી. પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી, જ્યાં છ ઈસમો દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા હતા. પોલીસે તમામ ઈસમોને રંગેહાથ ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં એક આરોપી સુનીલ નાયર (રહે. રામપુરા ગામ, અનગઢ) ફરાર થવામાં સફળતા મળી હતી.

ગોરવા પોલીસે સ્થળ પરથી હાર્દિકભાઈ દિલીપભાઈ બારોટ (ઉં.વ. 34, રહે. અનમોલ નગર, ગોરવા, વડોદરા), સન્ની મનસુખભાઈ ભદોરિયા (ઉં.વ. 32, રહે. લક્ષ્મીકુંજ સોસાયટી, ગોરવા, વડોદરા), વિજયભાઈ બાબુભાઈ સોલંકી (ઉં.વ. 42, રહે. જય સત્યનારાયણ સોસાયટી, ગોરવા, વડોદરા), સિદ્ધરાજ ઇન્દુભા ઝાલા (ઉં.વ. 50, રહે. રણછોડરાય નગર, ગોરવા, વડોદરા), કમલેશ રવિન્દ્ર કુસ્વાહા (ઉં.વ. 30, રહે. સિકોતરધામ સોસાયટી, બાજવા, વડોદરા) અને મહેશકુમાર પ્રભાતભાઈ પરમાર (ઉં.વ. 32, રહે. કિરણા નગર સોસાયટી, બાજવા, વડોદરા)ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Share :

Leave a Comments