બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ કરાવવા પોલીસ કમિશનર દ્વારા સૂચના

એકતરફ લગ્ન પ્રસંગો અને ઉત્સવો બીજીતરફ બોર્ડની પરીક્ષાઓને કારણે

MailVadodara.com - Police-Commissioner-instructs-to-stop-DJs-at-10-pm-in-view-of-board-exams

- પોલીસ કમિશનરે તમામ પોલીસ અધિકારીઓને તેમના વિસ્તારમાં રાતે 10 વાગે ડીજે બંધ થાય તેવી તાકિદ કરવામાં આવી

એકતરફ લગ્ન પ્રસંગો અને ઉત્સવો તેમજ બીજીતરફ બોર્ડની પરીક્ષાઓને કારણે શહેર પોલીસ કમિશનરે સામાજિક જવાબદારી સાથે પ્રસંગોની ઉજવણી કરવા અપીલ કરી છે.

પોલીસ કમિશનરે તમામ પોલીસ અધિકારીઓને તેમના વિસ્તારમાં રાતે ૧૦ વાગે ડીજે બંધ થાય તેવી તાકિદ કરી છે.આ માટે પાર્ટી પ્લોટ અને મેરેજ હોલના સંચાલકો તેમજ ડીજે ઓપરેટરો સાથે પણ પોલીસે મીટિંગ કરી છે. તેમણે કહ્યું હતું કે, ડીજેને કારણે માત્ર વિદ્યાર્થીઓ જ નહિ પણ દર્દીઓ, વૃધ્ધો, સગર્ભા અને નવજાત બાળકોને પણ તકલીફ પડતી હોય છે. જેથી આ બાબતે કાળજી લેવી જરૂરી છે. છેલ્લા પંદર દિવસમાં ડીજેના ૧૫ કેસો પણ કરવામાં આવ્યા છે. આ દરમિયાનમાં જેથી વડોદરાના સાઉન્ડ એન્ડ લાઇટિંગ એસોસિએશને પણ તમામ ઓપરેટરોને નિયમનું પાલન કરવા અપીલ કરી છે.

Share :

Leave a Comments