વડોદરામાં નશામાં ધૂત પિતા-પુત્રના ઝઘડામાં છોડાવવા ગયેલી પોલીસની 112 ટીમ હુમલો, બંનેની ધરપકડ

તરસાલી બાયપાસના શ્રીજી આંગણ સોસાયટી ખાતે પોલીસ પારિવારિક ઝઘડો છોડાવવા ગઈ હતી

MailVadodara.com - Police-112-team-attacked-while-trying-to-separate-drunken-father-son-in-Vadodara-both-arrested

- સ્થળ પર પહોંચતા બે વ્યક્તિઓ દારૂના નશામાં ધમાલ કરતા જોવા મળ્યા હતા

- પિતા-પુત્ર દારૂના નશામાં હોવાનુ જણાતા પોલીસે તેમને કાબૂમાં લઇ 112 બોલેરો ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કરતા કરતા ડ્રાઇવર સાથે ઝપાઝપી કરીછાતીના ભાગે મુક્કો માર્યો હતો


વડોદરા શહેરના તરસાલી બાયપાસના શ્રીજી આંગણ સોસાયટી ખાતે પારિવારિક ઝઘડામાં છોડાવવા પોલીસ ગઈ હતી. દારૂના નશામાં એક શખ્સે 112 વાનના ડ્રાઇવર સાથે ઝપાઝપી કરી છાતીમાં મુક્કો માર્યો હતો. આ મામલે કપુરાઇ પોલીસે પોલીસની ફરજમાં અડચણ અને પ્રોહીબિશનનો ગુનો દાખલ કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 112 ઇન્ચાર્જ અનાર્મ હેડ કોસ્ટેબલ ચેતનસિંહ વિક્રમસિંહ દ્વારા નોંધાવેલી ફરીયાદ મુજબ 12 માર્ચ 2026ના રોજ 112 હેલ્પલાઈનની ટીમ ફરજ પર હતી. સાંજે કંટ્રોલ રૂમથી ઓફેન્સ અગેન્સ્ટ વુમન ડોમેસ્ટિક વાયોલન્સ અંગેનો ઇવેન્ટ મળતા ટીમ તુરંત જ તરસાલી બાયપાસ વિસ્તારમાં આવેલ શ્રીજી આંગણ સોસાયટી ખાતે પહોંચી હતી.

સ્થળ પર પહોંચતા બે વ્યક્તિઓ દારૂના નશામાં ધમાલ કરતા જોવા મળ્યા હતા. પોલીસ ટીમે બંનેને સમજાવી શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. પૂછપરછ દરમિયાન તેમની ઓળખ બિપીનભાઈ વિનુભાઈ રોહિત અને વિનુભાઈ કાલિદાસ રોહિત તરીકે થઈ હતી. બંને દારૂના નશામાં હોવાનુ જણાતા પોલીસે તેમને કાબૂમાં લઇ 112 બોલેરો ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો.


આ દરમિયાન આરોપી બિપીનભાઈ વિનુભાઈ રોહિતે પોલીસ સાથે આવેલા ડ્રાઈવર વિષ્ણુભાઈ કિશોરભાઈ બારીયા સાથે ઝપાઝપી કરી છાતીના ભાગે મુક્કો માર્યો હતો. જેના કારણે પોલીસની કાયદેસરની ફરજમાં અડચણ ઉભી થઈ હતી. ઘટના અંગે કંટ્રોલ રૂમને જાણ કરી વધારાની પોલીસ મદદ બોલાવવામાં આવી હતી.

આ બનાવ અંગે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં આરોપી બિપીનભાઈ વિનુભાઈ રોહિત વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 221 તથા 121(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દારૂ પીધેલા હોવાને કારણે તેના વિરુદ્ધ અલગથી પણ કાર્યવાહી કરવામાં આવી છે.

Share :

Leave a Comments