ગોત્રી-વાસણા રોડ પર ચાની દુકાનની આડમાં દારૂ વેચતા શખ્સની ધરપકડ, 51 બોટલ જપ્ત

કારેલીબાગમાંથી દારૂની ૧૩૬ બોટલ સાથે એક આરોપી પકડાયો

MailVadodara.com - People-selling-liquor-under-the-guise-of-a-tea-shop-on-Gotri-Vasna-road-arrested-51-bottles-seized

શહેરના ગોત્રી-વાસણા રોડ પર ચાની દુકાનની આડમાં દારૂનો ધંધો કરતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે. 

ગોત્રી વી.એમ.સી. ક્વાટર્સમાં રહેતો પીયૂષ ઉર્ફે લખન ભાવસાર (રહે. ગોત્રી-વાસણા રોડ, વ્રજ વેણુ હોસ્પિટલની સામે) ચા બિસ્કીટની દુકાનની આડમાં તેના માણસ કિશન શાહુ મારફતે દારૂનો ધંધો કરે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા કિશન બબલુકુમાર શાહુ (રહે. એલાઇટ હાર્મની, બંસલ મોલની પાછળ, ગોત્રી વાસણા રોડ) ઝડપાઇ ગયો હતો. જ્યારે પીયૂષ ભાવસારને પકડવાનો બાકી છે. પોલીસે દારૂની ૫૧ બોટલ કિંમત રૂપિયા ૧૫,૫૯૦ ની કબજે કરી છે.

કારેલીબાગ નાગરવાડા પ્રકાશનગર સાંઇબાબા ચોક પાસે રહેતો પિન્ટુ ગોપાલભાઇ માળી વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની માહિતી મળતા પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડીને પિન્ટુને ઝડપી પાડયો હતો. પોલીસે તેની પાસેથી દારૂની ૧૩૬ બોટલ કિંમત રૂપિયા ૪૫,૦૨૫ ની કબજે કરી છે. જ્યારે એમ.પી.ના જુગ્નુને વોન્ટેડ જાહેર કર્યો છે.

Share :

Leave a Comments