ડભોઇ રોડ પર દારૂની મહેફીલ માણતા ચાર મિત્રોને પાણીગેટપોલીસે ઝડપ્યા

ગણેશ નગર શાકમાર્કેટ પાછળ કેટલાક શખ્સો દારૂ પીવા બેઠા હોવાની પાણીગેટ પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી

MailVadodara.com - Panigate-police-caught-four-friends-enjoying-a-drinking-party-on-Dabhoi-Road

વડોદરામાં પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે ડભોઇ રોડ ગણેશ નગર શાકમાર્કેટ પાછળ જય અંબે ફેબ્રિકેશન નજીક કેટલાક લોકો દારૂ પીવા બેઠા છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા ચાર લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. પોલીસે તેઓની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

પાણીગેટ પોલીસે પકડેલા નશાબાજોમાં હિરેન અરવિંદભાઈ પઢીયાર (રહે-વિષ્ણુ બેકરીની ગલી, ગણેશ નગર, ડભોઇ રોડ), અર્જુન રતનભાઇ રાઠવા (રહે-વૈષ્ણવ વાટીકા, ડભોઇ રોડ), સાગર સોનુભાઈ પાટીલ (રહે-ગણેશ નગર) અને આદિત્ય ઈન્દ્રદેવ તિવારી (રહે-દર્શન ગ્રીન બંગ્લોઝ, ડભોઇ રોડ) નો સમાવેશ થાય છે.

Share :

Leave a Comments