વડોદરાના ગણપતપુરા ગામની સીમમાં 10 ફૂટનો મગર આવી ચડતા લોકોમાં દોડધામ

મગર દેખાતા સ્થાનિક વિષ્ણુભાઈ વાળંદ દ્વારા વન વિભાગના કંટ્રોલ રૂમને જાણ કરાઇ હતી

MailVadodara.com - Panic-ensued-among-locals-after-a-10-foot-long-crocodile-wandered-into-the-outskirts-of-Ganpatpura-village-in-Vadodara

- વન વિભાગ અને GSPCAની ટીમે રેસ્ક્યુ કરી, મગરને સહીસલામત વન વિભાગને સોંપાયો


વડોદરા જિલ્લાના ગણપતપુરા ગામમાં 10 ફૂટનો મગર દેખાતા સ્થાનિક વિષ્ણુભાઈ વાળંદ દ્વારા વન વિભાગના કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મગરને સલામત રીતે રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી હતી.


વન વિભાગના જિગ્નેશ પરમાર અને દોરેલાલ ફોજદાર તેમજ NGO GSPCAના વોલન્ટિયર્સ કરણ પરમાર અને મેહુલ પટેલ સહિતની ટીમે સંયુક્ત પ્રયાસો હાથ ધરી આશરે 10 ફૂટ લાંબા મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. રેસ્ક્યૂ બાદ મગરને સુરક્ષિત રીતે વન વિભાગના કબજામાં લાવવામાં આવ્યો હતો. મગરને કારણે સ્થાનિકોમાં સર્જાયેલી ભીતિ વચ્ચે ટીમની સમયસરની કામગીરીથી લોકોએ રાહત અનુભવી હતી.


Share :

Leave a Comments