વાઘોડિયા રોડ પર PCBનો દરોડો, રૂ.11.16 લાખના વિદેશી દારૂ સાથે એકની ધરપકડ, મુખ્ય સૂત્રધાર ફરાર

આશાપુરીનગરમાં રહેતો આરોપી મકાનમાં દારૂનો સંગ્રહ કરી વોટ્સએપથી રેકેટ ચલાવતો હતો

MailVadodara.com - PCB-raids-Waghodia-Road-one-arrested-with-foreign-liquor-worth-Rs-11-16-lakh-main-mastermind-absconding

- પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને ટીન નંગ 2330, જેની કિંમત 11,11,060 થાય છે, તે જપ્ત કર્યો, મુખ્ય સૂત્રધાર ભાવેશ ચૌહાણ પોલીસ પકડથી દૂર

વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલ આશાપુરી નગરમાં પીસીબી પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે, જ્યારે મુખ્ય સૂત્રધાર પોલીસ પકડથી દૂર છે. પોલીસે સ્થળ પરથી રૂપિયા 11.16 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો હતો જ્યારે મુખ્ય સૂત્રધાર ફરાર થઈ જતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Vadodara Waghodiya Road Foreign Liquor Seized; One Arrested, Mastermind  Absconding

વાઘોડિયા રોડ પર વૈકુંઠ-1 ની પાછળ આશાપુરી નગરમાં રહેતા ભાવેશ જશવંતસિંહ ચૌહાણ દ્વારા વિદેશી દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. તેણે આશાપુરી નગરમાં આવેલ એક જર્જરિત મકાન તથા તેની સામેના પોતાના મકાનમાં આ વિદેશી દારૂનો સંગ્રહ કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલ ભાવેશ ચૌહાણ પોતાનો વોટ્સએપ નંબર વાપરીને આ રેકેટ ચલાવતો હતો, જે હાલ પોલીસ પકડમાં આવ્યો નથી.

પોલીસની આ રેઈડ દરમિયાન મુખ્ય આરોપી ભાવેશ ચૌહાણનો સાળો અજય મહેશભાઈ વસાવા (રહે. આશાપુરી નગર, વૈકુંઠ-1 ની બાજુમાં, વાઘોડિયા રોડ, વડોદરા) સ્થળ પરથી જ ઝડપાઈ ગયો હતો. પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને ટીન નંગ 2330, જેની કિંમત રૂપિયા 11,11,060 થાય છે, તે જપ્ત કર્યો હતો. આ ઉપરાંત ઘટનાસ્થળેથી મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો. પીસીબી પોલીસે કુલ રૂપિયા 11.16 લાખના મુદ્દામાલ સાથે અજય વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments