- પોલીસને જોઇને દારૂ લેવા આવેલા આરોપીઓ વાહનો છોડીને ભાગી ગયા હતા
માણેજા ક્રોસિંગ પાસે કંપાઉન્ડવાળી જગ્યામાંથી પકડાયેલા ૫૮.૫૯ લાખના દારૂના કેસમાં મકરપુરા પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડયો છે.
માણેજા ક્રોસિંગ નજીક ખુલ્લા દીવાલવાળા કંપાઉન્ડમાં થતા દારૂના કટિંગ સમયે જ પોલીસે રેડ પાડતા નાસભાગ મચી ગઇ હતી. આરોપીઓ વાહન છોડીને ભાગી ગયા હતા. પોલીસે સ્થળ પરથી સતિષ મોહનભાઇ ખત્રી (રહે.છીપવાડ ગામ, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, તા. સંખેડા, જિ.છોટાઉદેપુર) તથા બહાદુર શેરૂ સમા (રહે.રતેકાતલા, તા.શીંડુવા, જિ.બાડમેર, રાજસ્થાન) ને ઝડપી પાડયા હતા. જ્યારે સ્થળ પરથી નાસી છૂટેલા ત્રણ વાહનોના ચાલક, કન્ટેનરના માલિક, કંપાઉન્ડના માલિક, દારૂ મગાવનાર તથા મોકલનાર તેમજ જીગો (રહે. અકોટા) અને સોહિલને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે દારૂનો જથ્થો કિંમત રૂપિયા ૫૮.૯૫ લાખ, ટેમ્પો, પીકઅપ વાન, કેરી વાહન, બૂલેટ અને ત્રણ મોબાઇલ ફોન મળીને કુલ રૂપિયા ૧.૦૫ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા પીકઅપ વાનના માલિક જતીન ઉર્ફે જયુ અનિલભાઇ માછી, ઉં.વ.૩૦ (રહે.કુંભારવાડા,લાલબાગ) ને મકરપુરા પોલીસે ઝડપી પાડયો છે.


