અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર કન્ટેનરમાંથી 6.90 લાખના દારૂ સાથે એક ઝડપાયો, 3 વોન્ટેડ

ચિકોદરા ગામ નજીક આપેશ્વર મહાદેવ હોટલના પાર્કિંગમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ કરી હતી

MailVadodara.com - One-arrested-with-liquor-worth-Rs-6-90-lakh-from-container-on-Ahmedabad-Mumbai-National-Highway-3-wanted

- સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ટ્રક કન્ટેનરમાંથી 6.90 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ તેમજ પોપકોર્નના બોક્સ અને ટ્રક સહિત કુલ 25.96 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

વડોદરા-મુંબઈ નેશનલ હાઇવે પર ચિકોદરા ગામ નજીક આપેશ્વર મહાદેવ હોટલના પાર્કિંગમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ કરી હતી અને કન્ટેનરમાંથી 6.90 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે પોપકોર્નની આડમાં છુપાવેલા દારૂનો જથ્થો ભરેલા ટ્રક સહિત રૂ. 25.96 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે અને ત્રણને વોન્ટેડ જાહેર કરાયા છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, વડોદરા-મુંબઈ નેશનલ હાઇવે પર ચિકોદરા ગામ નજીક આપેશ્વર મહાદેવ હોટલના પાર્કિંગમાં પાર્ક કરાયેલા ટાટા કંપનીના ટ્રક કન્ટેનરમાં ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે, જેના આધારે પોલીસે રેડ કરી હતી અને તપાસ દરમિયાન ટ્રક કન્ટેનરમાંથી 6.90 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ તેમજ પોપકોર્નના બોક્સ અને ટ્રક સહિત કુલ 25.96 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી સલીમ શેર મહંમદ મુસ્લિમ ઝડપાઈ ગયો છે. જ્યારે દારૂ મોકલનાર વિકાસ રાજેન્દ્રકુમાર ગુપ્તા (રહે.દિલ્હી) અને અન્ય અજાણ્યા આરોપીઓ પકડાયા નથી. જેથી તેમને વોન્ટેડ જાહેર કર્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર અને જિલ્લામાં અવારનવાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દારૂના કટીંગ ઉપર રેડ કરવામાં આવે છે. જેમાં કરોડો રૂપિયા દારૂ અગાઉ પકડાઈ ચૂક્યો છે.

Share :

Leave a Comments