પ્લાસ્ટિકના એરબબલ રોલમાં સંતાડી લઇ જવાતો 57.99 લાખનો દારૂના જથ્થા સાથે એકની ધરપકડ

વડોદરા ગ્રામ્ય એલસીબી ટીમે બાતમી આધારે લીલોરા ગામના કટ સામે વોચ ગોઠવી હતી

MailVadodara.com - One-arrested-with-liquor-worth-Rs-57-99-lakh-hidden-in-plastic-air-bubble-roll

- પોલીસે વિદેશી દારૂની 502 નંગ પેટી તેમજ 14,976 નંગ બીયરના ટીન કબજે કરી કુલ 68,44,744 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

- સપ્લાયર અને દારૂ મંગાવનારની શોધખોળ શરૂ

વડોદરા જિલ્લા પોલીસ દ્વારા હાલોલ વડોદરા હાઈવે પરથી રૂા.57.99 લાખની કિંમતનો દારૂ ભરેલો કન્ટેનર ટ્રકને ઝડપીને ડ્રાઈવરની ધરપકડ કરી છે. દારૂના સપ્લાયરે દારૂનો જથ્થો એરબબલ ધરાવતા પ્લાસ્ટીકમાં વિટાળીને આપ્યો હતો. પોલીસે દારૂ કબજે કરી સપ્લાયર અને દારૂ મંગાવનારની શોધખોળ હાથ ધરી છે.


વડોદરા ગ્રામ્ય એલસીબીના પીઆઈ કે.આર.સિસોદીયાએ જણાવ્યું હતું કે, અમારી ટીમ જરોદ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશ પાસીંગનું એક કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. અને આ કન્ટેનર આસોજ ગામ પસાર કરીને જરોદ થઈ વડોદરા તરફ જઈ રહ્યું છે. પોલીસે હાલોલથી વડોદરા તરફના ટ્રેક ઉપર લીલોરા ગામના કટ સામે વોચ ગોઠવીને કન્ટેનર કોર્ડન કરીને ઉભુ રખાવ્યું હતું.

પોલીસે કન્ટેનરના ડ્રાઈવર નંદરામ નાનકીયા ભુરીયા (રહે-ભીચોલી મર્દાના, દેવાસ રોડ, ઈન્દોર, મધ્યપ્રદેશ)ની ધરપકડ કરીને કન્ટેનરમાં તપાસ કરતા પ્લાસ્ટીકના એરબબલ શીટના રોલમાંથી રૂા.57,99,744 લાખની વિદેશી દારૂની 502 નંગ પેટી તેમજ 14,976 નંગ બીયરના ટીન કબજે કર્યાં હતાં. આ સાથે પોલીસે કુલ 68,44,744 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આરોપી ડ્રાઈવર નંદરામે પોલીસને જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો ભરેલું ટ્રક અને કન્ટેનર એક વ્યક્તિએ પીથમપુર ખાતે આવેલા ઈન્ડિયન ઓઈલના પેટ્રોલપંપ પાસેથી આપ્યું હતું. જ્યારે દારૂનો જથ્થો ભરેલા પ્લાસ્ટીકનું બીલ સુરતનું આપ્યું હતું. આ વ્યક્તિ રસ્તામાં કોલ કરતો રહેતો હતો અને સુરત તરફ આગળ ચાલતા રહેવાની માહિતી આપી હતી.

Share :

Leave a Comments