- પોલીસે કરેલી કાર્યવાહીમાં રૂપિયા 4,65,024 ના મુદ્દામાલ સાથે વાહન , મોબાઈલ સહિત 89,87,024 ના મુદ્દામાલ સાથે ટ્રક ટેન્કરનો ડ્રાઈવર રેખારામ મોતરમ જાટને ઝડપી પાડ્યો

વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઈ-વે 48 દેણા ચોકડી પાસે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રનિંગ રેડ કરી વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ઝડપી લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર પાર્સિંગ ધરાવતા ટેન્કરને જપ્ત કરવામાં આવ્યું છે. આ ટેન્કરમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી રેડ કરતા 64.65 લાખાના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડી અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.


હરણી પોલીસ મથક વિસ્તારમાં આવેલ દેણા ચોકડી પાસેથી મહારાષ્ટ્ર પાસિંગ ધરાવતું ટેન્કર SMC દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે. આ ટેન્કરની અંદર ગુપ્ત રીતે બનાવવામાં આવેલ ખાનામાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવતા ટેન્કર સહિત મુદ્દામાલ હરણી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મુદ્દામાલમાં ટેન્કર ડ્રાઇવરને પોલીસે ઝડપી પાડ્યો છે અને આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી કયા લઈ જવાતો હતો.


આ જથ્થો કોણે મંગાવ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે કરેલી કાર્યવાહીમાં રૂપિયા 4,65,024 ના મુદ્દામાલ સાથે વાહન , મોબાઈલ સહિત કુલ 89,87,024 ના મુદ્દામાલ સાથે રેખારામ મોતરમ જાટ (રહે- નિમ્બજ તા-ચિતલવાના જિલ્લો- જાલોર, રાજસ્થાન ટ્રક ટેન્કરનો ડ્રાઈવર ને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.


