- બટાકા ભરેલા થેલાની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો'તો
- પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરી દારૂ ક્યાં લઈ જતો હતો અને કોણે મંગાવ્યો હતો તેની તપાસ શરૂ કરી

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પર તરસાલીથી જામ્બુવા તરફ જતા માર્ગ પરથી એલસીબી ઝોન-3ની ટીમે ટ્રકમાંથી 21 લાખ રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રકચાલકને નીચે ઉતારી તપાસ કરતા બટાકાના થેલાની આડમાં બિયરની પેટીઓ સંતાડીને લઈ જવાથી હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી શહેર LCB ઝોન 3ની ટીમે ચાલકની ધરપકડ કરી દારૂ ક્યાં લઈ જતો હતો અને કોણે મંગાવ્યો હતો તેની તપાસ શરૂ કરી છે.



આઇશર ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને હાઈવે પર તરસાલીથી જામ્બુવા તરફ જઈ રહ્યો છે. તેવી બાતમી મળતા એલસીબી ઝોન 3ની ટીમે તરસાલીથી જામ્બુવા તરફ વોચ ગોઠવી હતી. આ દરમિયાન મુજબનો બિયરનો જથ્થો ભરેલો ટ્રક આવ્યો હતો, ત્યારે પોલીસની ટીમે ચાલકને ટ્રક ઉભો રાખવા માટે ઇશારો કર્યો હતો. જેથી ચાલકે ટ્રક રોડની સાઈડમાં ઉભો રાખ્યો હતો.


ટ્રકચાલકને નીચે ઉતાર્યા બાદ તેને સાથે રાખી ટ્રકમાં તપાસ કરી હતી ત્યારે બટાકા ભરેલા થેલાની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રહેલો હતો. જેથી એલસીબી ઝોન 3ની ટીમે બટાકાના ઠેકા હટાવી જોતા બિયરના ટીન ભરેલી પેટી મળી આવી હતી. જેથી પોલીસે રૂપિયા 21 લાખનો બિયરનો જથ્થો કબ્જે કરવા સાથે ચાલકની ધરપકડ કરી હતી.


