માંડવીમાંથી હલકી કક્ષાના દોરાની 916 રીલ સાથે એક ઝડપાયો, અમદાવાદના વેપારીને વોન્ટેડ જાહેર કરાયો

વડોદરા SOG પોલીસે માંડવીમાં ગુલામમોહમ્મદ રેજેવાલાના ભાડાના મકાનમાં દરોડો પાડ્યો હતો

MailVadodara.com - One-arrested-with-916-reels-of-low-quality-thread-from-Mandvi-Ahmedabad-businessman-declared-wanted

- એસઓજી પોલીસની ટીમે ગોડાઉનમાંથી અલગ-અલગ કંપનીઓના લેબલવાળા 916 રીલ દોરા જેની કિંમત આશરે 7.27 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

મકરસંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસે ચાઇનીઝ અને નકલી દોરા વિરુદ્ધની વિશેષ ડ્રાઇવમાં મોટી સફળતા મેળવી છે. શહેરના માંડવી વિસ્તારની રાજપુરા પોળમાં આવેલા એક ગોડાઉનમાંથી પોલીસે અલગ-અલગ કંપનીઓના લેબલવાળા 916 રીલ દોરા જપ્ત કર્યા છે, જેની કિંમત આશરે 7,27,877 રૂપિયા છે. આ દોરા પર 9 તાર અને 12 તારના લેબલ હોવા છતાં વાસ્તવમાં તેમાં માત્ર 4 તાર જ હોવાનું જણાયું છે. આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અમદાવાદના એક વેપારીને વોન્ટેડ જાહેર કરાયો છે.


બાતમીના આધારે SOG ટીમે માંડવીમાં ગુલામમોહમ્મદ રેજેવાલાના ભાડાના મકાનમાં રેડ પાડી હતી. અહીં મોહમ્મદ મક્સુદ મોહમ્મદ કાસિમ કલકત્તાવાલા નામના વ્યક્તિને પકડવામાં આવ્યો હતો. જે બાદ તપાસ કરતા જાણવા મળ્યું કે, આ દોરા અમદાવાદના કાલુપુર વિસ્તારમાંથી ખરીદીને લાવવામાં આવ્યા હતા. દોરા પર સાંકળ આંઠ, એકે-56, વર્ધમાન પાન્ડા જેવા બ્રાન્ડના લેબલ હતા, પરંતુ તેમને તોડીને ચેક કરતાં તેમાં ઓછા તાર જણાયા હતા જેને લઈ કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે હલકી ગુણવત્તા અને ગ્રાહકોને છેતરવા માટે આ દોરાનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. ગુણવત્તાની ચકાસણી માટે સેમ્પલ એફ.એસ.એલ. સુરત ખાતે મોકલવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં મોહમ્મદ મક્સુદ મોહમ્મદ કાસિમ કલકત્તાવાલા (ઉંમર 54 વર્ષ, રહે. વચલું ફળીયું, રબારીવાસ, તાઇવાડા, વાડી, વડોદરા) ને ઝડપી લેવાના આવ્યો છે. જ્યારે સમસુભાઇ ખોજા (રહે. અમદાવાદ, કાલુપુર પતંગની દુકાનનો વેપારી)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

Share :

Leave a Comments