- રૂપિયા ૧૫ કરોડનો ડી.ડી. બતાવી વિશ્વાસ કેળવી રૂપિયા ૨.૮૦ કરોડ પડાવી લીધા હતા
ગોલ્ડ અને ડાયમંડના બિઝનેસમાં મોટો નફો હોવાનું જણાવી ૨.૮૦ કરોડ પડાવી લેવાના ગુનામાં સામેલ એક આરોપીની મકરપુરા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તરસાલી-સુશેન રિંગ રોડ પર હીરાબાગ ડૂપ્લેક્સમાં રહેતા સંજય મહેતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, વર્ષ - ૨૦૧૦ માં મારી ઓળખાણ હરીશભાઇ કાશીનાથ જાદવ (રહે. શંકરબાગ સોસાયટી, તરસાલી) સાથે થઇ હતી. મને ગુરૂ બનાવનાર સી.એ. અને યુ.કે.ના સિટિઝન દિપેશ મનસુખભાઇ ડોડીયા (હાલ રહે.મુંબઇ), હું તથા હરીશભાઇ અવારનવાર મળતા હતા. વર્ષ - ૨૦૨૪ માં હરીશભાઇએ ગોલ્ડના બિઝનેસમાં સારો નફો હોવાની વાત કરતા મેં તથા મારા શિષ્ય દિપેશે ભેગા મળીને હરીશ જાદવ સાથે ભાગીદારી પેઢી બનાવી ધંધો શરૂ કર્યો હતો. ગોલ્ડ અને ડાયમંડના બિઝનેસમાં રોકાણ કરવાનું કહી અમારી પાસેથી ૨.૮૦ કરોડ પડાવી લીધા હતા. આ ગુનામાં સામેલ આરોપી હરીશ જાદવને મકરપુરા પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.


