- ખાતામાંથી નાણાં કપાયાના મેસેજ આવતાં છેતરપિંડીની જાણ થઈ
આજવારોડના યુવકનો મોબાઇલ હેક કરીને તેના બેન્ક એકાઉન્ટમાંથી આરોપીઓએ ૭૧ હજાર ટ્રાન્સફર કરી લીધા હતા. જે અંગે પાણીગેટ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આજવા રોડ સ્થિત મેમણ કોલોની નજીક મિન્હાસ પાર્કમાં રહેતા સાહિલ સલીમભાઇ મનસુરીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તારીખ ૧૧/૧૦/૨૦૨૬ના રોજ સવારે આશરે પોણા ૧૦ વાગ્યે હું નોકરી પર હતો, ત્યારે મારી પત્ની રઝીયાબાનુને ફોન કરવા માટે મેં મારો મોબાઈલ ફોન હાથમાં લીધો હતો. તે સમયે મારો ફોન અચાનક આપોઆપ સિસ્ટમ અપડેટ થવા લાગ્યો અને ઓટોમેટિક ચાલુ થઈ ગયો હતો. ત્યારબાદ તરત જ મારા મોબાઈલ પર બેંક ખાતામાંથી નાણાં કપાઈ ગયાના મેસેજ આવવા લાગ્યા હતા. અજાણ્યા ઇસમે મારા બેંક ખાતામાંથી કુલ રૂ. ૭૧,૦૦૦ મારી જાણ બહાર ઉપાડી લીધા હતા.


