ગુજસીટોકના ગુનામાં નાસતો ફરતો કુખ્યાત માથાભારે બુટલેગર આરોપી અલ્પુ સીંધી હરિયાણાથી ઝડપાયો

બુટલેગર અલ્પેશ ઉર્ફે અલ્પુ સીંધીને હરીયાણાના ગુડગાંવ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

MailVadodara.com - Notorious-bootlegger-accused-Alpu-Sindhi-absconding-in-Gujsitok-case-arrested-from-Haryana

- આરોપી પોલીસ પક્કડથી બચવા વિવિધ જગ્યાએ ઠેકાણા બદલતો અને નંબર બદલતો હતો

- આરોપી સામે વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં 52 જેટલા ગુનામાં સંડોવણી!


વડોદરામાં ખુનની કોશીશના ગુનામાં તેમજ વિદેશી દારૂના સહિત ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલ અને નાસતો ફરતો કુખ્યાત માથાભારે બુટલેગર આરોપી અલ્પેશ ઉર્ફે અલ્પુ સીંધીને હરીયાણાના ગુડગાંવ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. આ આરોપી સાથે 50થી વધુ ગુનાઓ નોંધાયેલ છે અને તે કેટલાય સમયથી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. આખરે વડોદરા ક્રાઇમ બ્રાંચે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના ખુનની કોશીશના ગંભીર ગુનામાં તેમજ ગુજસીટોક એકટ હેઠળ નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ અને રીઢો માથાભારે અને વિદેશી દારૂના વેપલા બાબતે અલ્પેશ ઉર્ફે અલ્પુ સિંધી હરદાસમલ વાઘવાણી (રહે. સંતકવર કોલોની, વારસીયા, વડોદરા) પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. આ અંગેની કાર્યવાહીના ભાગ રૂપે ક્રાઈમ બ્રાન્ચની ટીમો આ પોલીસ જાપ્તામાંથી ખુનના ગુનાનો ફરાર થયેલા આરોપીને ફરાર થવામાં તેમજ ફરાર થયા બાદ મદદ કરનાર વ્યક્તિઓની સતત શોધમાં રહી હતી.


ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી.જાડેજા સહિતની ટીમ ખુનની કોશીશના ગંભીર ગુનામાં તેમજ ગુજસીટોક એકટના ગુનામાં સંડોવાયેલ આ આરોપી અલ્પેશ ઉર્ફે અલ્પ સિંધી હરદાસમલ વાઘવાણીની ટેકનીકલ અને હ્યુમનસોર્સ આધારે સતત તપાસ કરવામાં આવી હતી. આ આરોપી પોલીસ પક્કડથી દૂર રહેવા વિવિધ જગ્યાએ ઠેકાણા બદલતો હતો અને નંબર પણ બદલતો રહેતો હતો.

આ ફરાર થયેલો નાસતા-ફરતા આરોપી અંગેની તપાસ દરમ્યાન આ આરોપી હરીયાણા રાજ્યમાં હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચના ટીમ હરીયાણાના ગુડગાંવ ખાતે જઇ આરોપી સંબંધે સતત ખાનગી રાહે વોચ ગોઠવી હતી. આરોપી પી.જી. તરીકે રૂમ ભાડે રાખી તેમાં રહેતો હોવાની માહિતી મળતા તાત્કાલિક આરોપીને આ જગ્યાએથી ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


ઝડપાયેલા આરોપી અગાઉ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશ, વારસિયા પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકના અને વાસદ પોલીસ સ્ટેશન ખાતે વિદેશી દારૂના અંગેના ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. જેથી ક્રાઈમ બ્રાન્ચે આરોપી સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે, આ આરોપી અગાઉ વડોદરા શહેરમાં વિવિધ પોલીસ સ્ટેશનમાં 52 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પણ સામે આવ્યું છે.

Share :

Leave a Comments