- પોલીસે અંગઝડતીમાં રૂ.12,600 રોકડા, જમીન પરથી રૂ.980 રોકડા, બે મોબાઈલ ફોન કિંમત રૂ.10,000 તથા પત્તા પાના નંગ-52 મળી કુલ રૂ.23,580નો મુદ્દામાલ કબજે કર્યો
વડોદરાના ભાલીયાપુરા ગામમાં ભાથીજીના મંદિર પાસે ખુલ્લામાં પત્તા પાના વડે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે કપુરાઈ પોલીસે દરોડો પાડી નવ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂ.23,580નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તા.18 ઓગસ્ટ, 2026ના રોજ કપુરાઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ભાલીયાપુરા ગામમાં ભાથીજીના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો પત્તા પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા જુગાર રમતા નવ શખ્સો ઝડપાઈ ગયા હતા.
પોલીસે આરોપીઓની અંગઝડતીમાંથી રૂ.12,600 રોકડા, જમીન ઉપરથી રૂ.980 રોકડા, બે મોબાઈલ ફોન કિંમત રૂ.10,000 તથા પત્તા પાના નંગ-52 મળી કુલ રૂ.23,580નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીઓમાં પ્રણવ જગદીશભાઈ ઠાકરડા, ઉપેન્દ્ર ઉદેસીંગ ઠાકરડા, નવઘણભાઈ અંબાલાલ ઠાકરડા, કરણ સંજયભાઈ ઠાકરડા, જીતેન્દ્ર દિલીપભાઈ ઠાકરડા, ધર્મેશ ગોવિંદભાઈ ઠાકરડા, વિશાલ દશરથભાઈ ઠાકરડા (તમામ રહે. ભાલીયાપુરા, વડોદરા), કિશનભાઈ શંકરભાઈ ઠાકરડા તથા ભરત ઠાકોર તડવી (રહે. ઘાઘરેટીયા, સોમાતળાવ બ્રિજ પાસે)નો સમાવેશ થાય છે.


