- ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી સારવાર અર્થે ખસેડાઇ, ભાદરવા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામ નજીક બે બસો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, એક બસની બ્રેક ફેઈલ થતાં તે બીજી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
આ અકસ્માતમાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભાદરવા પોલીસને પણ આ બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


