- નવી મુંબઈથી 80 મુસાફરો વડોદરા આવ્યા હતા, જ્યારે 170 મુસાફરો વડોદરાથી નવી મુંબઈ માટે રવાના થયા, વડોદરા એરપોર્ટથી ફ્લાઇટ્સની સંખ્યા વધીને 15 પર પહોંચી
વડોદરા હરણી એરપોર્ટ ખાતે આજે ઈન્ડિગો એર લાઈન્સ દ્વારા નવી મુંબઈની ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. આ ફ્લાઇટ ગઇકાલે નવી મુંબઈથી વડોદરા આવી પહોંચી હતી. નવી મુંબઈ એરપોર્ટથી ગતરોજ બપોરે 3 વાગ્યે ફ્લાઇટ ટેકઓફ થઈ હતી. જે વડોદરા એરપોર્ટ પર 4.05 વાગ્યે આગમન થઈ હતી. જ્યારે નવી મુંબઇ માટે વડોદરાથી સાંજે 4.40 વાગ્યે ટેક ઓફ કરીને નવી મુંબઇ સાંજે 5.45 વાગે પહોંચશે.

આ નવી ફ્લાઈટ શરૂ થતાં વડોદરા એરપોર્ટથી ફ્લાઇટ્સની સંખ્યા વધીને 15 પર પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ડિગો એર લાઇન્સની ફ્લાઇટ્સની કટોકટી બાદ વડોદરા એરપોર્ટ ખાતે પહેલી નવી ફ્લાઈટનો આજથી પ્રારંભ થયો છે. ઈન્ડિગો એરલાઈન્સે વડોદરાને નવી મુંબઈ સાથે જોડતી તેની નવી ફ્લાઇટનું સંચાલન શરૂ કર્યું છે, જે મહારાષ્ટ્ર સાથે હવાઈ જોડાણને ખુબજ મજબૂત બનાવશે.
આ ફ્લેટને લઈ વડોદરા એરપોર્ટ પર ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ એરપોર્ટ ડિરેક્ટર, એરપોર્ટ સલાહકાર સમિતિના સભ્યો, એરપોર્ટ મેનેજર ઈન્ડિગો, વિવિધ હિસ્સેદારો અને એરપોર્ટ સ્ટાફની હાજરીમાં યોજાયો હતો. આ ફ્લાઇટને મુસાફરોનો અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે. નવી મુંબઈથી કુલ 80 મુસાફરો વડોદરા આવ્યા હતા, જ્યારે 170 મુસાફરો વડોદરાથી નવી મુંબઈ માટે રવાના થયા હતા.


