નવા મતદારોને પ્રોત્સાહિત કરવા કાલે એમ.એસ. યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાશે

દેશભરમાં આવતીકાલે 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાશે

MailVadodara.com - National-Voters-Day-to-be-celebrated-tomorrow-at-MS-University-to-encourage-new-voters

- વડોદરામાં આવતીકાલે તા.25 જાન્યુઆરીએ માય ઇન્ડિયા માય વોટ થીમ હેઠળ નવા મતદારોને લોકશાહી માટે પ્રોત્સાહિત કરાશે

ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી 25 જાન્યુઆરી, 2026ના રોજ દેશભરમાં 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે My India, My Vote થીમ અને ભારતીય લોકશાહીના હૃદયમાં નાગરિક ટેગલાઈન સાથે મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરાયો છે.

વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નવા મતદારોને પ્રોત્સાહિત કરવા માટે 25 જાન્યુઆરીએ સવારે 9-30 કલાકે એમ.એસ. યુનિવર્સિટીના ડૉ. મૃણાલીની દેવી પુઆર ઓડિટોરિયમ ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો હાજર રહેશે. લોકશાહીની મજબૂતી માટે મહત્તમ નાગરિકો આ કાર્યક્રમમાં જોડાય તેવો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે

Share :

Leave a Comments