- ગાજરાવાડી વિસ્તારમાં પશુઓને જાહેર માર્ગ પર છોડનાર પશુ માલિકને નોટિસ ફટકારાઇ!!
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર માર્ગો પર પશુઓ છોડી દેનાર અને ગંદકી ફેલાવનાર પશુ માલિકો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરી છે. VMCની દબાણ અને સિક્યુરિટી શાખા દ્વારા ONE DAY ONE ROAD PROGRAM અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં આ વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
ગઈકાલે વોર્ડ નંબર 9 અંતર્ગત આવતા પાર્વતી નગર, સેવાસી કેનાલ પાસે રહેતા એક પશુ માલિક દ્વારા જાહેર માર્ગ પર ગંદકી કરવામાં આવી હોવાના કારણે તેમની સામે દંડ ફટકારવામાં આવ્યો છે. વોર્ડ નંબર 16ના ગાજરાવાડી વિસ્તારમાં એક પશુ માલિક દ્વારા પશુઓને જાહેર માર્ગ પર છોડવામાં આવ્યા હોવાથી સંબંધિત માલિકને નોટિસ ફટકારવામાં આવી છે.

અમી રેસિડેન્સીથી કપુરાઈ પોલીસ સ્ટેશન રોડ પર આવેલ ડિવાઈડર પરથી છાણાં સહિત સૂકો કચરો સાફ કરાવી, છાણાં કબ્જે લેવામાં આવ્યા છે. વહીવટી વોર્ડ નંબર 15 દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્થાનિક પશુ માલિકો પાસેથી વહીવટી ચાર્જ (દંડ) પણ વસૂલ કરવામાં આવ્યો છે. કેટલ પાર્ટીની ટીમ દ્વારા આ અભિયાન દરમિયાન કુલ 12 પશુ પકડવાની કામગીરી કરવામાં આવી છે.


