રાજ્ય કક્ષાના સ્પે.ખેલ મહાકુંભમાં ભાલા ફેકમાં કુ. હેત્વી ખીમસુરિયાએ બીજો ક્રમ પ્રાપ્ત કરી સિલ્વર મેડલ મેળવ્યો

સેરેબ્રલ પાલ્સીથી પીડિત કુમારી હેત્વી વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્વામી વિવેકાનંદ માધ્યમિક શાળામાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરે છે

MailVadodara.com - Ms-Hetvi-Khimsuriya-won-the-second-place-and-silver-medal-in-javelin-throw-at-the-state-level-Special-Sports-Mahakumbh

વડોદરાની ક્રિએટીવ ગર્લ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા સેરેબ્રલ પાલ્સી રોગથી પીડિત કુમારી હેત્વી ખીમસુરિયાએ રાજ્ય કક્ષાના સ્પે.ખેલ મહાકુંભમાં ભાગ લઈ ભાલા ફેક રમતમાં બીજો ક્રમ પ્રાપ્ત કરી સિલ્વર મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું.

કુમારી હેત્વી વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્વામી વિવેકાનંદ માધ્યમિક શાળામાં ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે. કુમારી હેત્વીએ પોતાની કલા થકી વડોદરાનું તેમજ ગુજરાતનું ગૌરવ અનેક વાર વધાર્યું છે. ૨૦૨૪ માં રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવી સમગ્ર ગુજરાતના દિવ્યાંગ બાળકોની પ્રેરણા બની છે. 


સેરેબ્રલ પાલ્સી રોગથી પીડાતી હોવા છતા તેમના જુસ્સા અને આત્મવિશ્વાસથી તેમણે ૨૦૨૫-૨૬ના રાજ્ય કક્ષાના સ્પે. ખેલ મહાકુંભમાં ભાગ લઈ ૧૬ વર્ષની નીચેની કેટેગેરીમાં ભાલા ફેક રમતમાં બીજો ક્રમ પ્રાપ્ત કરી સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ગુજરાતનું ગોરવ બની છે. કુમારી હેત્વી ૭૫ ટકા દિવ્યાંગ હોવા છતા રમત ગમત ક્ષેત્રમાં સફળતા મેળવી વડોદરાનું ગૌરવ વધાર્યું છે.

Share :

Leave a Comments