વડોદરામાં ઓલ ગુજરાત રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં 700થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો

બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા રોડ રેસનું આયોજન કરાયું હતું

MailVadodara.com - More-than-700-players-participated-in-the-All-Gujarat-Roller-Skating-Championship-in-Vadodara

- નિર્ધારિત રૂટ પર યોજાયેલી 1 અને 2 કિલોમીટરની રોડ રેસમાં રાજ્યભરના યુવા સ્કેટરોએ ઝડપ, સંતુલન અને ખેલદિલીનો ઉત્સાહજનક પ્રદર્શન કર્યું હતું


વડોદરા શહેરમાં બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા રમતગમતના પ્રોત્સાહન હેતુથી ઓલ ગુજરાત રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું. ચેમ્પિયનશિપના ભાગરૂપે ગઈકાલે નિર્ધારિત રૂટ પર રોડ રેસ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં રાજ્યના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાંથી આશરે 700થી વધુ સ્કેટરોએ ભાગ લઈને પોતાની ઝડપ, સંતુલન અને રમતિયાળ ભાવનાનું પ્રદર્શન કર્યું હતું.


સ્પર્ધાને ટેકનિકલ રીતે બે મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવી હતી. ક્વાડ (Quad) અને ઇનલાઇન (Inline) કેટેગરી. વયજૂથ મુજબ અલગ-અલગ ગ્રુપ બનાવી 1 કિલોમીટર અને 2 કિલોમીટરની રોડ રેસ યોજાઈ હતી. ટ્રેક પર એકબીજાને પાછળ પાડવાની હરીફાઈ વચ્ચે ખેલદિલીનું પણ સુંદર દ્રશ્ય જોવા મળ્યું. સ્પર્ધાના અંતે દરેક વયજૂથના વિજેતાઓને વિશેષ સન્માન સમારોહમાં મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.


એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રોલર સ્કેટિંગ પ્રત્યે યુવા પેઢીમાં જાગૃતિ વધે અને ખેલાડીઓને પોતાની પ્રતિભા રજૂ કરવા યોગ્ય મંચ મળે તે હેતુસર રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ અને રમત પ્રેમીઓએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

Share :

Leave a Comments