કારેલીબાગ વિસ્તારની ગોવિંદપાર્ક સોસાયટીના બંધ મકાનમાંથી 12 તોલાથી વધુ દાગીના ચોરાયા

પરિવાર સવારના સમયે બહાર ગયાના બે કલાકમાં જ તસ્કરોએ મકાન નિશાન બનાવ્યું

MailVadodara.com - More-than-12-tolas-of-jewelry-were-stolen-from-a-closed-house-in-Govind-Park-Society-in-Karelibag-area

- પુત્રના એડમિશન માટે ગયેલા દંપતી પરત ફરતાં ઘટના બહાર આવી,

- ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં મળ્યો, હરણી પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી

કારેલીબાગની સોસાયટીમાં સવારના બે કલાકના સમયગાળામાં ચોરો મકાનનું તાળું તોડી ૧૨તોલા ઉપરાતંના દાગીના અને રોકડ ચોરી ગયા હોવાનો બનાવ બનતાં હરણી પોલીસે તપાસ હાથ ધરી છે.

વીઆઇપી રોડની ગોવિંદપાર્ક સોસાયટીમાં રહેતા ધવલભાઇ પંચાલે પોલીસને કહ્યું છે કે,ગઇકાલે સવારે પોણા દસેકવાગે હું ઓફિસે ગયો હતો અને મારી પત્ની તાળું મારી પુત્રના એડમિશન માટે સ્કૂલે ગઇ હતી.બપોરે બાર વાગ્યે પત્ની પરત ફરી ત્યારે દરવાજાનું તાળું નહતું અને અંદર સામાન પણ વેરવિખેર હતો.

તપાસ કરતાં ચોરો મકાનમાંથી ૧૨ તોલા ઉપરાંતના રૂ.૧.૮૦ લાખની કિંમતના (હાલની બજાર કિંમત રૂ.૧૬ લાખથી વધુ) સોનાના દાગીના અને રોકડા રૂ.આઠ હજાર ચોરી ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.હરણી પોલીસે આ અંગે સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે.ચોરીમાં કોઇ જાણભેદુ હોવાની પણ શંકા વ્યક્ત થઇ રહી છે.

Share :

Leave a Comments