- મોપેડ ચાલકને ટ્રેક્ટર ચાલકે પાછળથી ટક્કર મારતા રોડ પર પટકાયા હતા
સંતકબીર રોડ પર મોપેડ ચાલકને ટ્રેક્ટર ચાલકે પાછળથી ટક્કર મારી હતી. મોપેડ ચાલક પર ટ્રેક્ટરના પૈંડા ફરી વળતા ગંભીર ઇજા થઇ હતી. વાડી પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
અટલાદરા સનફાર્મારોડ નારાયણ સંસ્કૃતિમાં રહેતા રાજેન્દ્રભાઇ ગિરીશભાઇ ઠક્કર ઇલેક્ટ્રિકનું કામ કરે છે. ગઇકાલે બપોરે દોઢ વાગ્યની આસપાસ તેઓ વાડીમાં સાસરીથી પરત ઘરે જવા નીકળ્યા હતા. સંતકબીર રોડ પાસે તેઓના ટુ વ્હિલરની આગળ એક વાહન આવતા તેમણે બ્રેક મારી હતી. પરંતુ, તેમની પાછળ આવતા ટ્રેક્ટરના ડ્રાઇવરથી બ્રેક નહીં વાગતા પાછળથી ટક્કર વાગી હતી. ટ્રેક્ટરની ટક્કર વાગતા રાજેન્દ્રભાઇ રોડ પર પટકાયા હતા. ટ્રેક્ટરનું ટાયર તેમના પગ પર ચઢી જતા ગંભીર ઇજા થઇ હતી. તેઓને માથામાં અને પીઠના ભાગે પણ વાગ્યું હતું.


