વડોદરા મધ્યસ્થ જેલમાં 21 સપ્ટેમ્બર 2026ના રોજ સ્થાનિક ઝડતી સ્કવોડ દ્વારા કરવામાં આવેલ ચેકિંગ દરમિયાન બેરેકના દરવાજા પર છુપાવવામાં આવેલો એક મોબાઈલ ફોન મળી આવ્યો છે.
વડોદરા જેલના સ્થાનિક જડતી સ્ક્વોડ દ્વારા સર્કલ વિભાગના યાર્ડ નં-12ની બેરેક નં-06ની ઝડતી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન દરવાજાના ઉપરના ભાગે આવેલી ઈલેક્ટ્રીકલ MCB સ્વીચ બોક્સ પાછળ છુપાવેલો સીમકાર્ડ વગરનો 'KECHADDA' કંપનીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. CCTV ફૂટેજની તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, કાચા કામના આરોપીઓ શિવમ મોહનસિંગ રાજપુત અને મનજીતસીંગ સુખદેવસિંગ ધીલોન દ્વારા એકબીજાની મદદથી આ મોબાઈલ સંતાડવામાં આવ્યો હતો. જેલમાં પ્રતિબંધિત વસ્તુ ઘુસાડવા અને જાહેરનામાના ભંગ બદલ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


