સાવલીના વાંકાનેર ગામે નજીવી બાબતે પિતાએ ઠપકો આપતાં સગીરાનો એસિડ પી આપઘાત

મજૂરી કરી ગુજરાન ચલાવતા શ્રમિક પરિવારની દીકરીને પિતાએ જમવાનું બનાવવા ઠપકો આપ્યો હતો

MailVadodara.com - Minor-girl-commits-suicide-by-consuming-acid-after-father-scolds-her-for-a-trivial-matter-in-Vankaner-village-of-Savli

- 15 વર્ષીય સગીરાએ પોતાના ઘરે એસિડ ગટગટાવતા તાત્કાલિક સાવલી હોસ્પિટલ ખસેડાઇ હતી, જ્યાંથી તેને સયાજી હોસ્પિટલમાં રિફર કરાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હદય દ્રાવક ઘટના બની છે. નજીવી બાબતે પિતાએ ઠપકો આપતા 15 વર્ષીય સગીરાએ ઘરે એસિડ પીને આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે.

સાવલી તાલુકાના રાહતનગર વાંકાનેર ગામે આ ઘટના બની છે. જાણવા મળ્યા મુજબ, 15 વર્ષીય સગીરાએ પોતાના ઘરે એસિડ ગટગટાવી દીધું હતું. તેની તાત્કાલિક સારવાર માટે સાવલી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાંથી તેને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન આજે તેનું મોત થયું છે.

આ મામલે ભાદરવા પોલીસે અકસ્માતે મોતનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ એક શ્રમિક પરિવાર છે જે ખુબજ ગરીબ છે. માતા-પિતા મજૂરી કરી ગુજરાન ચલાવે છે અને દીકરીને જમવાનું બનાવવા બાબતે કહેતા પરત ફરતા ન બનાવ્યુ હોવાથી ઠપકો આપ્યો હતો. દરમ્યાન આ સગીરાએ એસિડ પી લીધું હતો. આ ઘટના આવેશમાં આવી સગીરાએ આ પગલું ભર્યું જેનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

Share :

Leave a Comments