વડોદરાના ગોરવા વિસ્તારમાં ઇમારતના 11મા માળેથી કૂદી પરિણીતાએ આત્મહત્યા કરી, પોલીસ તપાસ શરૂ

ગોરવાની સ્વામી વિવેકાનંદ હાઈટ્સ-1ના ઈ-ટાવરમાં બનેલી આત્મહત્યાની ઘટના સામે આવી

MailVadodara.com - Married-woman-commits-suicide-by-jumping-from-11th-floor-of-building-in-Gorwa

- પરિણીતા 9 મહિનાથી પેટમાં ચાંદા પડ્યાની બીમારીથી પીડાતી, પરિણીતાના આપઘાતથી પરિવારમાં શોક

- સવારે તડકામાં બેસવાનું દીકરાએ કહી નજર હટાવતા જ આ પગલું ભર્યું


વડોદરાના ગોરવા વિસ્તારમાં આજે એક ચોંકાવનારી આત્મહત્યાની ઘટના સામે આવી છે. સ્વામી વિવેકાનંદ હાઈટ્સ-1ના ઈ-ટાવરના 11મા માળે રહેતી 35 વર્ષીય પરિણીતા સંગીતાબેન પ્રિતેશભાઈ થાપાએ પોતાની ગેલરીમાંથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડાતી સંગીતાબેનને પેટમાં અસહ્ય ચાંદા પડી ગયા હતા, જેનાથી કંટાળીને આજે સવારે તેણીએ આ પગલું ભર્યું હતું. પરિણીતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.


લક્ષ્મીપુરા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને અકસ્માત મોત તરીકે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.


લક્ષ્મીપુરા રોડ સમતા પાસે આવેલ સ્વામી વિવેકાનંદ હાઈટ્સ-1 માં ઈ ટાવરમાં 11માં માળે રહેતી સંગીતાબેન પ્રિતેશભાઈ થાપા ( ઉંમર વર્ષ 35) ઘણા સમયથી બીમારીથી પીડાતા હતા. તેઓને પેટમાં ગંભીર રીતે ચાંદા પડી ગયા હતા અને અસહ્ય બીમારીથી પીડાતા હતા. આજે સવારે તેઓએ પોતાની ગેલરીમાંથી પડતું મૂક્યું હતી. ગંભીર ઇજાઓને લઈ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.


આ ઘટનાની જાણ થતા જ લક્ષ્મીપુરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે. આ પરિણીતાના આપઘાતથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મૃતકના પરિવારજને જણાવ્યું કે, તે છેલ્લા નવ મહિનાથી બીમારીથી પીડાતી હતી. અવારનવાર અમે તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા હતા. નવ મહિનાથી તે ઘરમાં છે અને મારો દીકરો પણ નોકરી છોડી ઘરે રહેતો હતો. સવારે તડકામાં બેસવાનું દીકરાએ કહેતા તે ગેલરીમાં બેસી અને મને જોવાનું કહ્યું હતું. હું ગઈ એટલામાં તો તેણે આ પગલું ભરી દીધું હતું.

Share :

Leave a Comments