ઓરિસ્સાથી દ્વારકા જતી ટ્રેનના શૌચાલયની છતમાંથી રૂા. 28.95 લાખનો ગાંજો મળ્યો

દિવ્યાંગ કોચમાં છુપાવાયેલા નશાના જથ્થાનો રેલવે પોલીસે પર્દાફાશ કર્યો

MailVadodara.com - Marijuana-worth-Rs-28-95-lakh-found-on-the-roof-of-the-toilet-of-a-train-going-from-Odisha-to-Dwarka

- બાતમી આધારે રેલવે પોલીસે વડોદરા રેલવે સ્ટેશનના પર પુરી-ઓખા દ્વારકા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન આવતા ચેકિંગ કરાયું હતું

ઓરિસ્સાથી ગુજરાત તરફ આવતી લાંબા અંતરની ટ્રેનોમાં નશાકારક પદાર્થોની થતી હેરાફેરીનો રેલવે પોલીસે ફરી એક વખત પર્દાફાશ કરી ટ્રેનના શૌચાલયની છતમાં છૂપાવેલ રૂા.૨૮.૯૫ લાખ કિંમતનો ગાંજાનો જથ્થો કબજે કર્યો છે.


પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૬ પર પુરી-ઓખા દ્વારકા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન આવતા જ રેલવે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રેનના એન્જિન પછીના દિવ્યાંગ કોચમાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને બાતમી મુજબ શૌચાલયની છતમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.

પોલીસને છત પરથી ત્રણ મોટા થેલા મળ્યા હતાં. આ થેલામાં નશાકારક વસ્તુઓ હોવાની આશંકા સાથે તપાસ હાથ ધરતા અંદરથી રૂા.૨૮.૯૫ લાખ કિંમતનો ૫૭.૯૧૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો હતો. પોલીસે આ જથ્થો કબજે કરી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments