- મંજુસર પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ ફોન અને પત્તા-પાના સહિત કુલ રૂ. 1,43,070નો મુદ્દામાલ જપ્ત કર્યો
મંજુસર પોલીસે મીરાસાપુર ગામની સીમમાં દરોડો પાડી જુગાર રમતા 8 લોકોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન 3 જુગારીઓ પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ ફોન અને પત્તા-પાના સહિત કુલ રૂ. 1,43,070નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઝડપાયેલા આરોપીઓમાં અજય અંબાલાલ વસાવા, હસમુખભાઈ જશુભાઈ મકવાણા, ઈલિયાસભાઈ ઘાંચી, નરેશભાઈ કાંતિભાઈ પરમાર, બહાદુરસિંહ અમરસિંહ પરમાર, ગૌરાંગભાઈ જયંતીભાઈ ચૌહાણ, પુનમભાઈ પ્રભાતસિંહ ચૌહાણ અને પૃથ્વીરાજ રમેશભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે.
ફરાર થયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડવા માટે મંજુસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે મંજુસર પોલીસે જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


