રણમુક્તેશ્વર રોડ પર દારૂ વેચતો શખ્સ ઝડપાયો, થેલામાંથી 40 બોટલ જપ્ત

પીસીબી પોલીસે વિદેશી દારૂ વેચતા વિક્રમસિંહ રાઠોડને ઝડપી પાડ્યો

MailVadodara.com - Man-caught-selling-liquor-on-Ranmukteshwar-Road-40-bottles-seized-from-bag

- દારૂનો જથ્થો છોટાઉદેપુરના અશોક નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો

વડોદરા શહેરના રણમુક્તેશ્વર મહાદેવ મંદિર નજીક રામજી મંદિરની ચાલીમાં વિદેશી દારૂનો ધંધો કરતા આરોપીને દારૂની ૪૦ બોટલ સાથે પોલીસે ઝડપી પાડયો છે.

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, રણમુક્તેશ્વર મહાદેવ મંદિર પાસે રામજી મંદિરની ચાલીમાં રહેતો વિક્રમસિંહ દિલીપસિંહ રાઠોડ વિદેશી દારૂનો ધંધો કરે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા વિક્રમસિંહ રાઠોડ મળી આવ્યો હતો. તેના ઘરની બાજુમાં આવેલા તિજોરીના કારખાનાના શેડની બાજુમાંથી એક પ્લાસ્ટિકના થેલામાંથી દારૂની ૪૦ બોટલ કિંમત રૂપિયા ૧૫,૫૪૫ની મળી આવી હતી. આ દારૂનો જથ્થો છોટાઉદેપુરના અશોક નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

Share :

Leave a Comments