વડસર GIDC વિસ્તારમાંથી ગેરકાયદેસર LPG સિલિન્ડર વધુ ભાવે વેચાણ કરતો ઇસમને ઝડપાયો

માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમે ગત રાત્રે પેટ્રોલિંગ દરમિયાન આરોપીને ઝડપી પાડ્યો

MailVadodara.com - Man-caught-selling-illegal-LPG-cylinders-at-high-prices-from-Vadsar-GIDC-area

- પોલીસ દ્વારા પકડાયેલો ઇસમ સિલિન્ડર બીજા ઇસમને રૂપિયા 4000 માં વેચાણ કરી રહ્યો હતો જ્યારે સિલિન્ડર પર છપાયેલ MRP રૂપિયા 3500 હોવાનું જણાયું હતું

શહેરના માંજલપુર પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે LPG ગેસ સિલિન્ડર વધુ ભાવે વેચાણ કરતા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપી સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરિયાદ અનુસાર ગત રાત્રે માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન વડસર રોડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં પાણીની ટાંકી પાસે રોડ ઉપર બે શંકાસ્પદ વ્યક્તિઓ દેખાયા હતા. પોલીસે નજીક જઈ તપાસ કરતાં એક ઇસમ પાસે KABSONS કંપનીનો સીલબંધીત ઘરેલું LPG ગેસ સિલિન્ડર મળ્યો હતો. તે સિલિન્ડર બીજા ઇસમને રૂપિયા 4000 માં વેચાણ કરી રહ્યો હતો. જ્યારે સિલિન્ડર પર છપાયેલ MRP રૂપિયા 3500 હોવાનું જણાયું હતું. પુછપરછ દરમ્યાન સિલિન્ડર ખરીદનારનું નામ ભાનુભાઈ ધામુભાઈ ચુનારા (ઉ.વ. 34, રહે. મકરપુરા જી.આઈ.ડી.સી) હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે વેચાણ કરનાર ચેતનકુમાર સુંદરલાલ ઈનાની (ઉ.વ. 48, રહે. માંજલપુર) હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે, આરોપી પોતાના આર્થિક લાભ માટે સરકાર દ્વારા નક્કી કરેલી કિંમત કરતા વધુ ભાવે LPG સિલિન્ડર વેચાણ કરતો હતો. જેના કારણે પોલીસ દ્વારા તેને ઝડપી પાડી આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ કલમ 7 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments