પાણીગેટમાં રાજા રાણી તળાવ પાસેથી ગાંજાના જથ્થા સાથે શખસ ઝડપાયો, અન્ય એક વોન્ટેડ જાહેર

આરોપી સામે પાણીગેટ પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઇ

MailVadodara.com - Man-arrested-with-a-quantity-of-ganja-near-Raja-Rani-Lake-in-Panigate-another-wanted-person-declared

- આરોપી આફતાબ ઉર્ફે લાલાબંદર મલેક પાસેથી માદક પદાર્થ, મોબાઇલ અને રોકડ સહિત 36 હજારનો મુદ્દામાલ કબજે કરાયો, દાનિશ (રહે. હાલોલ) નામના આરોપીને વોન્ટેડ જાહેર

વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં રાજા રાણી તળાવ પાસે પોલીસને બાતમી મળી હતી કે અહીંયા વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનું વેચાણ થાય છે, જેના આધારે પોલીસે રેડ કરતા એક ઈસમને ઝડપી લીધો હતો જ્યારે અન્ય એક આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજા રાણી તળાવ પાસેથી ગાંજાના જથ્થા સાથે શખસ ઝડપાયો : એક વોન્ટેડ, NDPS એક્ટ  હેઠળ ગુનો નોંધાયો; પાણીગેટ પોલીસનો દરોડો #Gujarat #Vadodara #Police

પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.પટેલની અને ટીમ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અ.હે.કો. વિરભદ્રસિંહ અજીતસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજરાણી તળાવની પાળ પર આવેલા પતરાવાળા મકાનમાં આફતાબ ઉર્ફે લાલાબંદર મોહંમદરફીક મલેક નામનો ઇસમ ગાંજાનો સંગ્રહ કરી વેચાણ કરે છે.

આ દરમ્યાન તળાવ પાસે ઝઘડો થતા તે પોતાના મિત્ર સાથે પાણીગેટ પોલીસ સ્ટેશને આવેલ છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી રેડ પાડતા આરોપીને માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યો હતો. આ આરોપી સામે પાણીગેટ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઝડપાયેલ આરોપીનું નામ આફતાબ ઉર્ફે લાલાબંદર મોહંમદરફીક મલેક (રહે. રાજરાણી તળાવની પાળ, પાણીગેટ, વડોદરા મૂળ રહે. મ.નં. 83, સંતોષીનગર, ખોડીયારનગર ચાર રસ્તા પાસે, ન્યુ વી.આઈ.પી. રોડ, વડોદરા)ને ઝડપી લેવામાં આવ્યો છે જ્યારે દાનિશ (રહે. હાલોલ) નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આરોપી પાસેથી પોલીસે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો (વજન 502 ગ્રામ), મોબાઇલ અને રોકડ મળી કુલ રૂપિયા 36,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Share :

Leave a Comments