પોલીસથી બચવા એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરનાર ખેપીઓ પકડાયો

પોલીસે પીછો કરતા એમ્બ્યુલન્સનો ડ્રાઇવર વાહન મૂકીને ફરાર થઈ ગયો

MailVadodara.com - Man-arrested-for-smuggling-alcohol-in-ambulance-to-escape-police

- પોલીસે એમ્બ્યુલન્સમાં તપાસ કરતા અંદરથી રૂપિયા 64 હજારની કિંમતની 928 દારૂની બોટલ મળી આવી હતી

વડોદરા પોલીસની નજરથી બચવા માટે એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરનાર ખેપીયાને શહેર પોલીસે ઝડપી પાડ્યો છે.

વડોદરા નજીક છોટાઉદેપુર ખાતે જેતપુર પાવી ટાઉનમાં ગઈ તા.28મીએ પોલીસે એમ્બ્યુલન્સ વાનને રોકતા ડ્રાઇવર કાર ફૂલ સ્પીડમાં ભગાવી હતી. જેથી પોલીસે તેનો પીછો કરતા રસ્તામાં એમ્બ્યુલન્સનો ડ્રાઇવર વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો.

પોલીસે એમ્બ્યુલન્સમાં તપાસ કરતા અંદરથી રૂપિયા 64 હજારની કિંમતની 928 દારૂની બોટલ મળી આવી હતી. જેથી પોલીસે ડ્રાઇવરને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ ગુનામાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે બાપોદ જકાતનાકા વિસ્તારના હીરાબા નગરમાં રહેતા નયન સતિષભાઈ કહારને ઝડપી પાડી છોટાઉદેપુર પોલીસને સોંપવા તજવીજ કરી છે.

Share :

Leave a Comments