વાઘોડિયામાં પતરાની કેબિનમાંથી ખુલ્લેઆમ ગાંજાનું વેચાણ કરતા શખ્સની ધરપકડ

દરોડામાં 135 ગ્રામ ગાંજો અને રોકડ સહિત મુદ્દામાલ કબજે

MailVadodara.com - Man-arrested-for-openly-selling-ganja-from-a-cabin-in-Waghodia

- ખંધારોડ વિસ્તારમાં સંજય માટલા ભંડાર દુકાનમાં ચાલતા ગેરકાયદે વેચાણનો પર્દાફાશ થયો

વાઘોડિયા તાલુકામાં ગાંજાના વેપારનો પર્દાફાશ થયો છે. નગરમાં એક પતરાની કેબિનમાં ખુલ્લેઆમ ગાંજાનું વેચાણ કરતા શખ્સની પોલીસે ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ વાઘોડિયામાં ખંધારોડ પર આવેલ સંજય માટલા ભંડાર નામની દુકાનની પતરાની કેબિનમાં ગાંજાનું વેચાણ થાય છે તેવી માહિતીના આધારે વાઘોડિયા પોલીસે દરોડો પાડી તપાસ હાથ ધરતા લાકડાના કાઉન્ટરમાં સફેદ રંગની પ્લાસ્ટિકની થેલીમાં ૧૩૫.૧૪ ગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો હતો. આ અંગે કેબિન ધરાવતા સંજય શંકરભાઇ વરીયા (રહે.સમૃધ્ધિ સોસાયટી, ખંધારોડ, વાઘોડિયા)ની પૂછપરછ કરતાં પોતે ગાંજાનું વેચાણ કરે છે તેમ જણાવ્યું હતું.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે વાઘોડિયા જીઆઇડીસી ખાતે રહેતો રાહુલ ગાંઠીયો નામનો શખ્સ ગાંજાનો જથ્થો આપી જાય છે અને તેનો સંજયં છૂટક વેચાણ કરતો હતો. પોલીસે ગાંજાનો જથ્થો, મોબાઇલ અને રોકડ મળી કુલ રૂા.૯૩૭૭નો મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments