- મકરપુરા પોલીસે આરોપીઓ પાસેથી દારૂની ૨૨ બોટલ, મોપેડ અને મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૭૪,૬૩૦નો મુદ્દામાલ કબજે કર્યો
તરસાલી ચોરાવાળા ફળિયામાં રહેતો વિજય ઉર્ફે બોડો તથા તેનો સાગરીત જીગર પઢિયાર મોપેડની ડીકીમાં દારૂ મૂકીને વેચતા હોવાની માહિતીના આધારે મકરપુરા પોલીસે રેડ કરતા વિજયસિંહ હરિશસિંહ ટાટોડ તથા જીગરકુમાર શૈલેષભાઇ પઢિયાર (બંને રહે. ચોરાવાળું ફળિયું, તરસાલી ગામ) ઝડપાઇ ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી દારૂની ૨૨ બોટલ, મોપેડ અને મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૭૪,૬૩૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
વાડી પોલીસે વાડી નાની શાક માર્કેટ પાસેથી બિયરની ૪૨ બોટલ કિંમત રૂપિયા ૫,૧૬૦ સાથે આરોપી લાલુ ઉર્ફે બોબડો કાંતિભાઇ ચુનારાને ઝડપી પાડયો છે. જ્યારે દારૂ આપનાર વિપુલ ઉર્ફે મોટોને વોન્ટેડ જાહેર કર્યો છે.


