- મકરપુરા પોલીસે બાતમી આધારે જાંબુવા જકાતનાકા પાસેની ગાયત્રીનગર સોસાયટીના મકાનમાં દરોડા પાડી 12 શખ્સોને રંગેહાથ ઝડપી 1,36,200 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
- પાણીગેટ પોલીસે બાતમી આધારે ગુરુકુલ સર્કલ પાસે આવેલા કૃષ્ણા ફ્લેટના ટેરેસ પર જુગાર રમતા 13 શખ્સોને ઝડપી પાડી રૂપિયા 1,18,790નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
- બંને સ્થળેથી પોલીસે રોકડ રકમ, મોબાઇલ ફોન સહિત કુલ રૂ.2,54,990નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
વડોદરા શહેરમાં જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા પોલીસે હાથ ધરેલી કામગીરી દરમિયાન મકરપુરા અને પાણીગેટ પોલીસે બે અલગ-અલગ સ્થળે દરોડા પાડી કુલ 25 જુગારીઓને ઝડપી પાડ્યા છે. બંને સ્થળેથી પોલીસે રોકડ રકમ, મોબાઇલ ફોન સહિત કુલ રૂ.2,54,990નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાંબુવા જકાતનાકા પાસે આવેલી ગાયત્રી નગર સોસાયટીના મકાન નંબર બી-463માં જુગારધામ ધમધમતું હોવાની બાતમી મકરપુરા પોલીસને મળી હતી. મકરપુરા PI એ.એમ. ગોહીલના માર્ગદર્શન હેઠળ ASI દિનેશભાઈ હિરાભાઈ, ASI ભાવેશભાઈ રતીલાલ સહિતની ટીમે બાતમીના આધારે મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી જુગાર રમી રહેલા 12 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓની અંગઝડતીમાંથી રૂ.20,400 અને જમીન દાવ પરથી રૂ.10,800 મળી કુલ રૂ.31,200 રોકડા કબજે કર્યા હતા. આ ઉપરાંત રૂ.1,05,000ની કિંમતના 12 મોબાઇલ ફોન, પત્તા-પાના અને લાઇટબિલ સહિત કુલ રૂ.1,36,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે હિતેશભાઈ પટેલ, કૌશિક પઢીયાર, ઉમેશભાઈ પટેલ, કૃણાલ ઠાકોર, મુકેશ ઠાકોર, હસમુખભાઈ પરમાર, ચિરાગભાઈ પટેલ, દિપકભાઈ પટેલ, રાકેશ પટેલ, પ્રીતેશ પટેલ, ચિરાગ પ્રજાપતિ અને રાજેન્દ્ર ઠક્કરની ધરપકડ કરી હતી. આ તમામ સામે મકરપુરા પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુરુકુળ સર્કલ પાસે આવેલા કૃષ્ણા ફ્લેટના ટેરેસ પર કેટલાક ઈસમો ટોળું વળી પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પાણીગેટ પોલીસે સ્થળ પર દરોડો પાડતાં 13 જુગારીઓ ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂ.1,18,790નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ બનાવમાં પોલીસે નટવર સિંહ ભીમા સિંહ ચાવડા, સંજય હસમુખલાલ શાહ, દિપેન ગોવિંદભાઈ શાહ, દિપક નારાયણભાઈ રાઠોડ, દિલીપભાઈ ગોવિંદભાઈ મિસ્ત્રી, આદિત્ય દિપકકુમાર પંડ્યા, પ્રિતમ સોમાભાઈ વસાઈકર, હર્ષ રાજેશભાઈ શાહ, ચિરાગસિંહ નટવર સિંહ ચાવડા, નિલયકુમાર દિનુભાઈ દેસાઈ, વિજયભાઈ રણછોડભાઈ પટેલ, રણજીતભાઈ સુરશીંગભાઈ જાદવ અને યશ વિજયભાઈ રાજપૂતને ઝડપી પાડ્યા હતા. પાણીગેટ પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


