કોઠી ચાર રસ્તા પાસે પાણીની લાઈનમાં મોટું ભંગાણ, વેપારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયાં

ભરઉનાળે એક તરફ પાણીની તંગી અને બીજી તરફ પાલિકાના પાપે પાણીનો બગાડ

MailVadodara.com - Major-break-in-water-line-near-Kothi-intersection-traders-and-motorists-in-trouble

- સ્થાનિકોમાં ભારે રોષ,પાલિકા તંત્ર વહેલી તકે યુદ્ધના ધોરણે સમારકામ કરે તેવી માંગ

વડોદરા શહેરમાં ફરી એક વખત પાલિકાની બેદરકારી સામે આવી છે. કોઠી ચાર રસ્તા પાસે પીવાના પાણીની મુખ્ય લાઈનના વાલ્વમાં લીકેજ સર્જાતા પાણીના ફુવારા ઉડ્યા હતા. મોટી માત્રામાં પીવાનું પાણી રસ્તા પર વહી જતાં વેડફાટ થયો હતો.


લીકેજના કારણે રસ્તા પરથી પસાર થતા નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. પાણીના જોરદાર પ્રવાહને લીધે વાહનચાલકો પણ પરેશાન થયા હતા. નજીકમાં દુકાન ધરાવતા વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં લોકોને અપૂરતા પ્રેશરથી અને દૂષિત પાણી મળવાની ફરિયાદો ઉઠી રહી છે, તેવામાં આજે મુખ્ય લાઈનમાં લીકેજ થતાં હજારો લિટર પીવાના પાણીનો વ્યય થયો હતો. પાણીની સમસ્યાથી ત્રસ્ત નાગરિકોમાં પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક પાલિકા તંત્રને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમારકામની કામગીરી શરૂ કરી હતી. પાણીનો વેડફાટ અટકાવવા અને કાયમી ઉકેલ લાવવા નાગરિકોએ માંગ કરી છે.


Share :

Leave a Comments