છ વર્ષથી ફરાર 80 કિલો ગાંજાના કેસનો મુખ્ય સપ્લાયર મધ્યપ્રદેશથી ઝડપાયો

વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા `ઓપરેશન પરાક્રમ' હેઠળ કાર્યવાહી કરાઇ

MailVadodara.com - Main-supplier-of-80-kg-ganja-case-absconding-for-six-years-arrested-from-Madhya-Pradesh

પકડાયેલો આરોપી મોતીરામ ઉર્ફે મીઠીયા ચૌહાણ વર્ષ 2020માં 80 કિલોગ્રામ ગાંજાના કોમર્શિયલ જથ્થાના કેસનો મુખ્ય સપ્લાયર હતો

વડોદરા ગ્રામ્ય પોલીસે 'ઓપરેશન પરાક્રમ' હેઠળ ગુનાહિત તત્વો સામે કડક કાર્યવાહી કરી મોટી સફળતા મેળવી છે. પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ, SOG ટીમે છ વર્ષથી નાસતા ફરતા એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી મોતીરામ ઉર્ફે મીઠીયા ચૌહાણ વર્ષ 2020માં 80 કિલોગ્રામ ગાંજાના કોમર્શિયલ જથ્થાના કેસનો મુખ્ય સપ્લાયર હતો. તે સમયે SOG વડોદરા ગ્રામ્ય દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને ડભોઇ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.


ચોક્કસ બાતમીના આધારે, SOGની ટીમોએ મધ્યપ્રદેશના સેંધવા, તાલુકો સેંધવા, જિલ્લો બડવાની ખાતે ત્વરીત અને આયોજનબદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાંથી આરોપી મોતીરામ જ્ઞાનસીંગ ઉર્ફે મીઠીયા ચૌહાણને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી બાદ ડભોઇ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મોતીરામ સામે વરલા પોલીસ સ્ટેશન (મધ્યપ્રદેશ)માં ગંભીર ગુનાઓ પણ નોંધાયેલા છે. આ સમગ્ર ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન. ગોહિલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.જે. પટેલ અને એચ.એમ. જાળીયા, એ.એસ.આઇ. કૈલાશ ભાલચંદ્ર સહિત હેડ કોન્સ્ટેબલ અને એલ.સી.બી. સ્ટાફની કામગીરી પ્રશંસનીય રહી હતી.


Share :

Leave a Comments