MGVCLએ 79 ઈલકટ્રીક આસિસ્ટન્ટ અને 23 જુનિયર એન્જીનીયરોને નિમણુંક પત્ર આપ્યાં

એપ્રિલમાં યોજાયેલી વિદ્યુત સહાયકની પરીક્ષામાં પાસ થયેલા 102 ઉમેદવારોને નિમણૂક પત્ર અપાયા

MailVadodara.com - MGVCL-issues-appointment-letters-to-79-Electrical-Assistants-and-23-Junior-Engineers

MGVCL દ્વારા 102 ઉમેદવારોને નિમણૂંક પત્ર આપવામાં આવ્યા છે. જેમાં 79 ઈલકટ્રીક આસિસ્ટન્ટ અને 23 જુનિયર એન્જીનીયરને નિમણુંક પત્ર આપ્યા છે. ગત એપ્રિલ મહિનામાં વિદ્યુત સહાયકની પરીક્ષા યોજાઈ હતી. જેમાં પાસ થયેલા વિદ્યુત સહાયકોને નિમણૂક પત્ર અપાયા છે.

MGVCL દ્વારા વર્ષ 2025માં વિદ્યુત સહાયક (ઈલકટ્રીક આસિસ્ટન્ટ)ની ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી. વર્ષ 2025માં યોજાયેલી ભરતી પ્રક્રિયામાં 3253 એક્સ-એપ્રેન્ટિસે ઉમેદવાર તરીકે ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. જે પેકી 6/4/2025માં યોજાયેલી લેખિત પરીક્ષાના અનુસંધાને ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની નિમણુંક પ્રક્રિયા હાલ ચાલી રહેલી છે. જે ઉમેદવારોને તેઓના મેરીટ ક્રમાંક તેમજ વર્ષ દરમિયાન ઉભી થનાર ઇલેક્ટરીકલ આસિસ્ટન્ટની જગ્યા સામે ભરતી કરવામાં આવશે.

હાલમાં 79 જગ્યા ખાલી પડી છે, જે પેકી મેરીટ ધરાવતા 79 ઉમેદવારોને વિદ્યુત સહાયક (ઈલકટ્રીક આસિસ્ટન્ટ) નિમણુંક પત્ર આપવામાં આવ્યા છે. વિદ્યુત સહાયક (જુનિયર એન્જીનીયર)ની 23 જગ્યા સામે મેરીટ પ્રમાણેના ઉમેદવારોને પણ વિદ્યુત સહાયક (જુનિયર એન્જિનિયર) તરીકે નિમણુંક પત્ર આપવામાં આવેલ છે.

Share :

Leave a Comments