- મેડિકલ વેસ્ટમાં ડ્રગ્સ, ઇન્જેક્શન, ક્રીમ, ટેબ્લેટ સાથે ફેસપેક સહિતના ઢગલો

વડોદરાના ગોત્રી વિસ્તારના કલ્પવૃક્ષ કોમ્પ્લેક્સ સામેની ગલીમાં રોડના કિનારે બેદરકારીપૂર્વક મેડિકલ કચરો ફેંકી દેવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મેડિકલ વેસ્ટ જાહેર જગ્યાએ હોવાથી લોકોના આરોગ્ય સાથે સીધા ચેડાં થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ મામલે આરોગ્ય વિભાગ કઈ રીતે કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.

સ્થાનિક જણાવ્યું હતું કે, આ ગોત્રી રોડ પર કલ્પવૃક્ષની સામેથી નવનાથ નગર સોસાયટી, રામેશ્વર સ્કૂલ તરફ જતો વિસ્તાર છે. ત્યાં જી.ઈ.બી. સબ સ્ટેશનની બાજુમાં અને ગોત્રી મેડિકલ ક્વાર્ટર્સ છે એની બાજુમાં જે રસ્તો નીકળે છે, ત્યાં મેડિકલ વેસ્ટ મળી આવ્યો છે. જેના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય તો નવાઈ નહીં.

વધુમાં કહ્યું કે, અહીંયા ફેંકવામાં આવેલ મેડિકલ વેસ્ટ કોઈ પણ વ્યક્તિ ઉઠાવી શકે છે. ત્યારે આ મેડિકલ વેસ્ટ પર કોઈ એક્સપાયરી ડેટ લખેલી નથી. ત્યારે આ દવાઓ કોણે નાખી અને આવી રીતે શા માટે ત્યારે ચોક્કસથી આરોગ્ય વિભાગે કાર્યવાહી કરવી જોઈએ.
અન્ય એક સ્થાનિક રાકેશ વસાવાએ જણાવ્યું હતું કે, ગોત્રી હોસ્પિટલ આવેલી છે તેની સામે જ આ રસ્તો છે. અહીંયા જતા મેં મેડિસિન જોઈ છે. અહીંયા જ મેડિકલ સ્ટુડન્ટ્સનું ક્વાટર્સ છે. આ મેડિકલ વેસ્ટમાં ડ્રગ્સ, ઇન્જેક્શન , ક્રીમ , ટેબ્લેટ સાથે ફેસપેક છે. આ તમામ મટિરિયલની તારીખ પૂર્ણ થઈ જ નથી. બધું રનિંગ છે તે બાબતે કાર્યવાહી થવી જોઈએ.


