ફતેગંજ વિસ્તારના મુખ્ય માર્ગ પર ઘણા મહિનાઓથી દુર્ગંધ મારતા ડ્રેનેજના પાણીથી સ્થાનિક લોકો પરેશાન

ચેમ્બરો ભરાઈ છે, ગંદુ પાણી રોડ પર નીકળે છે, કોર્પોરેશનમાં 1 મહિનાથી કમ્પ્લેન છતાં ઉકેલ નહીં

MailVadodara.com - Locals-have-been-troubled-by-foul-smelling-drainage-water-on-the-main-road-in-Fatehganj-area-for-several-months

- વેપારીએ કહ્યું કે, દુર્ગંધના કારણે ગ્રાહકો આવતા નથી અને ઊભા પણ નથી રહેતા, જતા રહે છે

વડોદરા શહેરના ફતેગંજ મેન રોડ પર ડ્રેનેજ અને ગંદા પાણીની ગંભીર સમસ્યા ફરી એકવાર સામે આવી છે. વોર્ડ નંબર 3માં આવતા ફતેગંજ વિસ્તારના મુખ્ય માર્ગ પર પાછલા ઘણા મહિનાઓથી દુર્ગંધ મારતા ડ્રેનેજના પાણીની સમસ્યા યથાવત છે. જેને લઈ અહિયાથી પસાર થતા રાહદારીઓ અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


આ અંગે સ્થાનિક વેપારી મોહનભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે, આ ફતેગંજ મેઈન રોડનો વિસ્તાર છે અને એક મહિનાથી ચેમ્બરો ભરાઈ ગઈ છે અને પાણી રોડ પર નીકળે છે. બધી જ સોસાયટી અને એપાર્ટમેન્ટમાં પાણી ભરાઈ જાય છે. અહીંયા આવતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.

એક મહિનાથી અમે લોકોએ કોર્પોરેશનમાં કમ્પ્લેન કરેલી છે, એમની ગાડીઓ આવે છે અને ગાડીઓ આવીને કામ કરીને જતી રહે છે પણ એક પણ ગટરનું કામ પરમેનન્ટલી કમ્પલીટ થયું નથી. એટલે અમને બધાને તકલીફ પડે છે એટલે અમે વિનંતી કરીએ કોર્પોરેશનના સાહેબને કે ફરી તમે એકવાર અહીંયા આવીને આ ગટરનું કામ કરો તો આપની મહેરબાની.

વેપારીએ કહ્યું કે, અહીંયા ગ્રાહકો નથી આવતા ગ્રાહકો ઊભા નથી રહેતા અહીંયા દુર્ગંધ મારતા ગ્રાહકો જતા રહે છે. કોર્પોરેશનની ગાડીઓ આવે છે પણ નિરાકરણ કંઈ નથી, ખાલી પંપ મારીને જતા રહે છે, પ્રેશર કરીને જતા રહે છે. કાયમી ધોરણે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવું માંગ છે.

Share :

Leave a Comments