અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પરથી 7.26 લાખનો દારુ જપ્ત, બે મહિલાઓ સહિત કાર ચાલકની ધરપકડ

દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરનો નવો કિમીયો નંદેસરી પોલીસે નિષ્ફળ બનાવ્યો

MailVadodara.com - Liquor-worth-Rs-7-26-lakh-seized-from-Ahmedabad-Mumbai-National-Highway-car-driver-including-two-women-arrested

- કારમાં 2 મહિલા અને બાળકને બેસાડી હરિયાણાથી ગુજરાતમાં વિદેશી દારુ મોકલ્યો જેથી પોલીસ પરિવાર સમજીને રોકે નહીં, દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર વોન્ટેડ જાહેર

બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કીમિયા અજમાવતા હોય છે. પરંતુ હવે બુટલેગરો નવો જ નુસ્ખો અજમાવ્યો છે. જેમાં કારમાં મહિલાઓ અને બાળકને બેસાડીને દારૂની ડિલિવરી સ્થળ લઇ જવામાં આવે છે, જો કોઇ પોલીસ રોકે તો મહિલાઓ અને બાળક બેઠેલા હોય તો લાગે કે પરિવાર જઈ રહ્યો છે, જેથી પોલીસને કોઇ શક ન પડે. પરંતુ નંદેસરી પોલીસે બુટલેગરના આ કિમીયાને નિષ્ફળ બનાવ્યો છે. નંદેસરી ચોકડી પાસે કારમાં મહિલાઓ સાથે રાખીને દારૂ આપવા જતી ગેંગને ઝડપી પાડી હતી અને પોલીસે અમદાવાદ- મુંબઇ નેશનલ હાઇવે પરથી 7.26 લાખની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો છે અને કાર અને મોબાઇલ સહિત કૂલ 12.41 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

નંદેસરી પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી હતી. આ સમયે પોલીસને બાતમી મળી હતી કે, કારમાં કેટલાક શખ્સો વિદેશી દારૂનો જથ્થો ડિલિવરી આપવા માટે જઇ રહ્યા છે અને તેઓ દુમાડ ચોકડીથી વાસદ તરફ જવાના છે અને હાલમાં નંદેસરી ચોકડી પાસેથી પસાર થવાના છે, જેથી નંદેસરી પોલીસે બાતમીના આધારે ફાજલપુર ગામ પાસે વોચ ગોઠવી હતી.


આ દરમિયાન બાતમી મુજબના કાર ત્યાં આવી હતી. જો કે લોકોની અવરજવર વધારે હોવાથી પોલીસે તેને રોકી નહોતી અને કારનો પીછો કર્યો હતો અને નંદેસરી બ્રિજની નીચે પહોંચીને કારને કોર્ડન કરી લીધી હતી અને કારમાંથી 2 યુવતી, 3 વર્ષનું એક બાળક અને ડ્રાઇવર મળી આવ્યા હતા અને બુટલેગરો પોલીસની આંખમાં ધુળ નાખવા માટે નવો કીમિયો અપનાવ્યો છે. જેમાં બુટલેગરો વાહનોમાં દારૂની હેરાફેરી કરતી વેળા જો મહિલાઓ અને બાળકો વાહનમાં પોલીસને એવુ લાગે કે પરિવાર જઇ રહ્યો છે અને તેમને શંકા ન જાય પરતું નંદેસરી પોલીસે બુટલેગરો આ કિમીયો પણ નાકામીયાબ બનાવ્યો છે.

પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી દારૂના 2640 ક્વાટરીયા મળી આવ્યા હતા. નંદેસરી પોલીસે સચીન રોશનલાલ કશ્યપ (રહે. બિથ્મરા ગામ, તા. ઉકલાનામંડી, જિ. હિસાર, હરીયાણા), પિંકીબેન રાહુલ મહાવીર પાંચાલ, (ઉ.23), (રહે.રામનગર રેલવે સ્ટેશનની પાસે, થાના સિટી, જિ.સોનીપત, હરીયાણા) અને શિવાનીબેન પવનભાઇ પાંચાલ, (ઉ.20),(રહે.રામનગર રેલવે સ્ટેશનની પાસે, થાના સિટી, જિ.સોનીપત, હરીયાણા)ની ધરપકડ કરવા સાથે દારૂનો જથ્થો કબજે કર્યો છે અને તેની સાથે સાથે બે મોબાઇલ અને કિયા સોનેટ કાર પણ જપ્ત કરી છે. દારૂનો જથ્થો મોકલનાર અરુણ જાટ (રહે. ખરખોદા, સોનીપત બાયપાસ, જિ. સોનીપત, હરીયાણા) અને દારૂનો જથ્થો મંગાવનાર શખ્સને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસે ડ્રાઇવર અને બે મહિલાઓની પૂછપરછ કરી તેમાં દારૂનો જથ્થો હરીયાણાથી અરુણ જાટ નામના સખ્શે ભરી આપ્યો હતો અને દારુ ગુજરાત પહોંચ્યા બાદ લોકેશન મોકલીને જણાવવાનો હતો કે, દારુ કોને આપવાનો છે. આ ઉપરાંત ડ્રાઇવરે ગુજરાતમાં પ્રવેશ કરતા પહેલા કારની અસલી નંબર પ્લેટ બદલીને ફેક નંબર પ્લેટ લગાવી દીધી હતી અને અસલી નંબર પ્લેટ કારમાં મુકી દીધી હતી.

Share :

Leave a Comments