સાંસરોદ ગામ પાસે હોટલના પાર્કિંગમાંથી 48.36 લાખનો દારૂ ઝડપાયો, એકની ધરપકડ, 4 વોન્ટેડ

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરા-ભરૂચ વચ્ચે સાંસરોદ ગામ નજીક હોટેલના પાર્કિંગમાં રેડ કરી

MailVadodara.com - Liquor-worth-Rs-48-36-lakh-seized-from-hotel-parking-lot-near-Sansrod-village-one-arrested-4-wanted

- સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે 48.36 લાખ રૂપિયાની કિંમતની 9,480 બોટલ કબજે કરી, ટ્રક, એક મોબાઈલ ફોન, રૂ.960 રોકડ રકમ મળી 73,46,960 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે પર વડોદરા-ભરૂચ વચ્ચે સાંસરોદ ગામ નજીક હોટેલ સમ્રાથલના પાર્કિંગમાં રેડ કરીને 48.36 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. વિદેશી દારૂ, ટ્રક અને મોબાઈલ સહિત રૂપિયા 73.46 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, હરિયાણાથી વિદેશી દારૂ ભરીને ટ્રક ચાલક નેશનલ હાઈવે 48 પરથી પસાર થવાનો છે અને હાલમાં સાંસરોદ ગામ પાસે આવેલી હોટલના પાર્કિંગમાં ટ્રક મૂકી છે. જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમ 30 એપ્રિલ 2026ના રોજ હોટલના પાર્કિંગમાં રેડ કરી હતી. પોલીસે સ્થળ પરથી 48.36 લાખ રૂપિયાની કિંમતની 9,480 બોટલ કબજે કરી હતી. આ ઉપરાંત ટ્રક, એક મોબાઈલ ફોન, રૂ.960 રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી હતી. આમ 73,46,960 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ મામલે પોલીસે એક આરોપી સાકિરહુસેન બંનેખાન (રહે. રણિયાલા ખુર્દ ગામ, હાલપટ્ટી વિસ્તાર, તાલુકો હાથીન, જિલ્લો પાલવાલ, હરિયાણા) ને ઝડપી પાડી વલણ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. પોલીસે વધુ ચાર આરોપીઓને કયુમ હુસેન નિઝામ (રહે. બદર ગામ, તાલુકો ફિરોઝપુર, હરિયાણા), તેના સાગરિતો, વાહનના માલિક તેમજ દારૂ રિસીવરને વોન્ટેડ કર્યા છે અને ચાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Share :

Leave a Comments