- કારમાંથી 232 વિદેશી દારૂની બોટલ મળી, અમદાવાદ પાસિંગની કાર મળતા વાહન માલિક અંગે જવાહરનગર પોલીસે તપાસ શરૂ કરી
બાજવા ખાતેથી જવાહરનગર પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર બિનવારસી હાલતમાં કબજે કરી છે. આ દારૂ કોનો છે, કોણ લાવ્યું, તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
જવાહરનગર પોલીસને માહિતી મળી હતી કે, બાજવા ખાતે કિસ્મતનગર સોસાયટીમાં બિનવારસી હાલતમાં પડેલી કારમાં વિદેશી દારૂનો જથ્થો છે. જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા કાર ખુલ્લી હતી. તેમજ ચાવી પણ કારમાં હતી. પોલીસે કારમાંથી વિદેશી દારૂની ૨૩૨ બોટલ કિંમત રૂપિયા ૨૯,૮૫૦ની કબજે કરી છે. પોલીસે દારૂ તેમજ કાર મળીને કુલ ૧.૨૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. અમદાવાદ પાસિંગની કાર હોઇ પોલીસ દ્વારા અમદાવાદ આર.ટી.ઓ. પાસે વાહનના માલિકની ખરાઇ કરી તપાસ હાથ ધરવામાં આવશે.


