- બિશ્નોઈ ગેંગના બે શખસને વોન્ટેડ જાહેર કરાયા, પોલીસે ભારતીય બનાવટની કુલ 33,840 બોટલ જેની કુલ કિંમત રૂપિયા 71,68,416 સાથે 492 સેફ્ટી હેલ્મેટનો મુદ્દામાલ જપ્ત કર્યો

વડોદરામાં અવાર-નવાર દારૂની હેરાફેરી કરતા ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગતરાત્રે બાતમીના આધારે રેડ કરી છાણી પોલીસે ગોડાઉન અને પાસે રહેલ કન્ટેનરમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. જ્યારે બિશ્નોઈ ગેંગના બે શખસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે છાણી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


ઉચ્ચ અધિકારીઓની સૂચના આધારે છાણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોલીસ મથક વિસ્તારમાં ગોડાઉનોની તપાસ કરી રહ્યા હતા. દરમિયાન બાતમીના આધારે પદમલા ગામમાં જૈન મંદિરની બાજુમાં આવેલા પરાગ એસ્ટેટમાંના 'સનરાઇઝ એસ્ટેટ' નામના તમાકુના ગોડાઉન તથા ગોડાઉન આગળ ઊભેલા બંધ બોડીના આઇસર કંટેનર અને અશોક લે-લન મિની ટેમ્પોની તપાસ કરવામાં આવી.

આ તપાસ દરમિયાન ગોડાઉન અને વાહનોમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની મોટી સંખ્યામાં કાચની તથા પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી. આ કાર્યવાહીમાંપોલીસે ભારતીય બનાવટની કુલ 33,840 બોટલ જેની કુલ કિંમત રૂપિયા 71,68,416 સાથે 492 સેફ્ટી હેલ્મેટનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ આ સાથે આ કાર્યવાહીમાં ભારતસિંહ દીપસિંહ રાવણા રાજપૂત (ઉં.વ.34, ધંધો ડ્રાઇવિંગ, રહેઠાણ હોથી ગામ, તા. થાના-ચિતલવાના, જિ. ઝાલોર, રાજસ્થાન)ને ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે બિશ્નોઇ ગેંગના હિતેષ બિશ્નોઇ (રહે. સેનદરી ગામ, તા. થાના-સેનદરી, જિ. બાડમેર, રાજસ્થાન) અને હિતેષ બિશ્નોઇનો સાથીદારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.


